ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

સેન્સેક્સમાં ૫૧૩ પોઈન્ટના કડાકાથી શેરબજાર ધરાશાયીઃ બ્લેક ફ્રાઈડે

મુંબઈ તા. ૯ઃ આજે શેરબજાર ખૂલતા જ વૈશ્વિક મંદીની અસરો હેઠળ ધરાશાયી થયું હતું અને સેન્સેક્સમાં પ૧૩ પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. તે પછી સુધારો થવા છતાં છેલ્લા અહેવાલો મળ્યા ત્યારે સેન્સેક્સમાં ૩૭૫ પોઈન્ટની ઘટ જોવા મળી રહી છે, જેથી આ વર્ષે આ બીજો બ્લેક ફ્રાઈડે સર્જાયો છે.

શેરબજાર આજે સવારે વૈશ્વિક બજારમાં તીવ્ર મંદીની અસરો સહિતના કારણોસર ફરી એકવાર નીચી સપાટી પર પહોંચી ગયો હતો. શેરબજાર ધરાશાયી થતા કારોબારી હચમચી ઉઠ્યા હતા. શરૃઆતી કારોબારમાં સેંસેક્સ ૫૧૩ પોઇન્ટ ઘટીને ૩૩૮૯૯ની નીચી સપાટી પર પહોંચી ગયો હતો. સેંસેકસે ૩૪ હજારની સપાટી ગુમાવી દીધી હતી. નિફ્ટી ૧૪૭ પોઇન્ટ ઘટીને ૧૦૪૨૯ની નીચી સપાટી પર પહોંચી ગયો હતો.

દિવસ દરમિયાન ફરી એકવાર આ વર્ષે બીજો બ્લેક ફ્રાઇડેની અસર રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે.

હાલમાં સાતમી ફેબ્રુઆરીના દિવસે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. મોંઘવારી વધવાના છ કારણ પણ દર્શાવવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. બજેટમાં ગ્રામિણ ક્ષેત્ર માટે લેવામાં આવેલા પગલા અને ફાળવણી સારા સંકેત હોવાની વાત આમા કરવામાં આવી હતી. તેની ડિસેમ્બર સમિક્ષામાં એમપીસીએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

એસએલઆરને ૧૯.૫ ટકા યથાવત રાખવામાં આવ્યો હતો.  પોલિસી સમીક્ષાની બેઠકમાં તમામ પાસાઓ ઉપર વિચારણા કરવામાં આવ્યા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા.

આરબીઆઈની એમપીસીની બેઠક બુધવારે શરૃ થઇ હતી. ગુરૃવારે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. છઠ્ઠી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ  જાહેર કરવામાં આવ્યા હતા.રિટેલ ફુગાવો આરબીઆઈમાં કમ્ફોર્ટ લેવલને પાર કરીને ડિસેમ્બર મહિનામાં ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ભાવમાં વધારાના પરિણામ સ્વરુપે ૫.૨૫ ટકાની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો જ્યારે કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ સીપીઆઈ ઉપર આધારિત રિટેલ ફુગાવો નવેમ્બર મહિનામાં ૪.૮૮ ટકા અને ડિસેમ્બર ૨૦૧૫માં ૩.૪૧ ટકા રહ્યો હતો.

બજેટ પછી શેરબજારમાં અવિરત મંદી જોવા મળી રહી હતી.  સેંસેક્સમાં છેલ્લા પાંચ કારોબારી સેશનમાં ૧૮૮૨ પોઇન્ટનો મોટો કડાકો બોલાયા પછી ગુરૃવારે રિક્વરી જોવા મળી હતી. ગઇકાલે ગુરૃવારના દિવસે  રિક્વરી રહેતા કારોબારના અંતે સેંસેક્સ ૩૩૦ પોઇન્ટ રિક્વર થઇને ૩૪૪૧૩ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૦૦ પોઇન્ટ રિક્વર થઇને ૧૦૫૭૭ની ઉંચી સપાટી પર રહ્યો હતો.જો કે એક દિવસના સુધારા પછી આજે શુક્રવારે ફરી મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ.

 મંગળવારના દિવસે  ૩૦ શેરના બીએસઇ સેંસેક્સમાં શરૃઆતી કારોબારમાં જ ૧૨૭૪ પોઇન્ટ ઘટી ગયા પછી કારોબારના અંતે ઘણી રિકવરી થઇ હોવા છતાં સેંસેક્સ ૫૬૧ પોઇન્ટ ઘટીને ૩૭૫ ઘટયો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00