ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

હોમલોનના વ્યાજની સબસિડીમાં મળતી રાહત અંગે વર્કશોપ યોજાયો

જામનગર તા. ૯ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ક્રેડીટ લિંક સબસિડી ઘટક હેઠળ જે લોકોનું ભારતભરમાં પોતાની માલિકીનું મકાન નથી તેવા લોકો સૌ પ્રથમ મકાન ખરીદવા માટે હોમલોન લેવા માંગતા હોય અને દસ્તાવેજમાં સંયુક્ત રીતે પત્ની-માતાનું નામ અથવા પુખ્તવયની મહિલા પોતાને સ્વતંત્ર માલિક તરીકે દર્શાવીને જો તેની કૌટુંબિક વાર્ષિક આવક વધુમાં વધુ રર.પ૦ લાખની મર્યાદામાં હોય તો આવા તમામ લોકોને હોમલોનના વ્યાજમાં ર.૩૦ લાખ અને ર.૬૭ લાખની મર્યાદામાં સબસિડી સહાયનો લાભ મળી શકે છે અને આ તમામ પ્રક્રિયા માટે હોમલોન લેનારે જે-તે બેંકનો સંપર્ક કરવાનો રહે છે તે ઉપરાંત વધુ માહિતી માટે જામનગર મહાનગરપાલિકામાં હાઉસીંગ (સેલ) ફોર્થ ફ્લોર પર સંપર્ક કરવો તેમજ ઓનલાઈન માહિતી જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ ુુુ.દ્બષ્ઠદ્ઘટ્ઠદ્બહટ્ઠખ્તટ્ઠિ.ર્ષ્ઠદ્બ ના વોટ્સ ન્યુ મોડ્યુલમાંથી મેળવી શકાશે.

આમ, જામનગર શહેરમાં હોમલોન લેનાર લોકોને સરળતા રહે અને વ્યાજમાં મળતી સબસિડીની આ યોજનાની અદ્યતન માહિતી ઉપલબ્ધ થાય તે હેતુથી કમિશનરની સૂચના મુજબ તા. ૬.ર.ર૦૧૮ ના જનરલ બોર્ડ હોલમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેરની અલગ અલગ ૪૩ જેટલી બેંકોના મેનેજરને તેમજ બિલ્ડર એસોસિએશન અને આર્કિટેક્ચર એસોસિએશનને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ વર્કશોપની શરૃઆતમાં એફોર્ડેબલ હાઉસીંગ મિશન તરફથી યોજનાને લગત વીડિયો ક્લીપ પ્રદર્શિત કરવામાં આવી હતી અને ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓને સરકાર દ્વારા ક્રેડીટલીંક સબસિડી ઘટકની પ્રાથમિક માહિતી આપતા બ્રોશર તેમજ ઠરાવની નકલો વિતરણ કરવામાં આવી હતી અને પછી નેશનલ હાઉસીંગ બેંકના રિજિયોનલ મેનેજર સુભાષભાઈ દ્વારા ખાસ અમદાવાદથી ઉપસ્થિત રહી અને સરકારના ક્રેડીટ લીંક સબસિડી ઘટક અંગેની અદ્યતન માહિતી સાથે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને બેંક ઓફિસે તેમજ આર્કિટેક્ટ/બિલ્ડર્સ સહિત અંદાજે ૩પ જેટલા ઉપસ્થિત પ્રતિનિધિઓ સાથે ચર્ચા-વિચારણા કરીને ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ વર્કશોપમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નોડલ ઓફિસર તરીકે સિટી એન્જિનિયર તેમજ હાઉસીંગ સેલનો તમામ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00