કુમાર સ્વામી બન્યા કર્ણાટકના મુખ્યમંત્રીઃ વજુભાઈ વાળાએ અપાવ્યા સપથ / અમદાવાદ પાસે એસ.ટી. આયશર વચ્ચે અકસ્માતઃ એકનું મૃત્યુઃ ૪૦ ઈજાગ્રસ્ત / જમ્મુ સરહદે નવમા દિવસે પણ પાકિસ્તાનનું ફાયરિંગઃ ૭ વ્યક્તિના મૃત્યુઃ હજારો લોકો બન્યા બેઘર /

જામનગરમાં પવનના સૂસવાટા વચ્ચે ઠંડીમાં થયો વધારોઃ લઘુત્તમ તાપમાન ૧૧.૯ ડિગ્રી નોંધાયું

જામનગર તા. ૧૩ઃ જામનગરમાં પવનની ગતિમાં વધારો થવાથી ઠંડીમાં એક ડિગ્રીનો આંશિક વધારો થયો છે. આજનું લઘુત્તમ તાપમાન ૧૧.૯ ડિગ્રી નોંધાયું હતું.

જામનગર સહિત સમગ્ર હાલારમાં પવનની ગતિમાં થયેલા વધારાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. જેથી લોકોએ ફરીથી વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો અનુભવ કર્યો હતો. સવારે જોગીંગ કરવા માટે નીકળેલા લોકોને સ્વેટર અને જેકેટ પહેરવાની ફરજ પડી હતી.

ઉત્તર-પશ્ચિમથી વાતા ઠંડા પવનોને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે, પરંતુ બપોરે સૂર્યદેવતાના આકરા મિજાજને કાણે લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો.

૧પ, ફેબ્રુઆરીથી કાશ્મીરમાં વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ ડેવલપ થવાની શક્યતા હોવાથી ઠંડીમાં પણ હજુ નજીવો વધારો થવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. આજરોજ પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૧.૯ ડિગ્રી અને મહત્તમ તાપમાન ર૭.૩ ડિગ્રી નોંધાયું હતું તથા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકાથી ર૪ ટકા વચ્ચે રહ્યું હતું જ્યારે પવનની ગતિ ર૦ કિ.મી.થી ૩૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00