ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
જામનગર તા. ૯ ઃ કલ્યાણપુરના મહાદેવિયા ગામના એક પ્રૌઢ પર ગઈરાત્રે ત્રણ શખ્સોએ જૂની માથાકૂટનો ખાર રાખી ધોકા-પાઈપ વડે હુમલો કરી જીવલેણ માર મારતા ઈજાગ્રસ્તને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કલ્યાણપુર તાલુકાના મહાદેવિયાના અરશીભાઈ આલાભાઈ કંડોરિયા નામના આહિર પ્રૌઢ ગઈકાલે સાંજે પોતાના મોટરસાયકલ પર ભાટિયા ગયા હતા જ્યાંથી તેઓ રાત્રિના સમયે પરત ફરતા હતા ત્યારે મહાદેવિયાની સીમમાં તેઓને ત્રણ શખ્સોએ આંતરી લીધા હતા.
મહાદેવિયા ગામના જ જેઠા ગોવિંદ ગોરિયા તથા તેના ભાઈ પરબત ગોવિંદ તેમજ રામદે ગોવિંદે મોટરસાયકલ પર જઈ રહેલા અરશીભાઈને આંતરી લઈ પોતાની પાસે રહેલા ધોકા-પાઈપ વડે હુમલો કર્યાે હતો. આ શખ્સોએ આડેધડ મારેલા ફટકાઓના કારણે અરશીભાઈને પાંચ જેટલા ફ્રેકચર થઈ જવા પામ્યા છે. હુમલાનો ભોગ બનનાર પ્રૌઢને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હોસ્પિટલ ચોકીના જમાદાર એન.એમ. લૈયાએ તેઓનું નિવેદન નોંધ્યું છે જેમાં તેઓએ જણાવ્યા મુજબ અરશીભાઈ સામે ચારેક વર્ષ પહેલા હુમલાખોર ત્રણ આરોપીઓ પૈકીના એક આરોપીને માર મારવા અંગે પોલીસમાં ફરિયાદ થઈ હતી. માર મારવાના તે બનાવનો ખાર રાખી અરશીભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું તેઓએ નિવેદન આપતા કલ્યાણપુર પોલીસને તેના કાગળો મોકલી આપવામાં આવ્યા છે.