બન્ને દેશોએ ૧૪ કરારો કર્યાઃ ચીન અને નેપાળ કાઠમંડુને તિબેટ સાથે જોડતી રેલવે લાઈન બાંધશે / સુરતમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમનઃ મકાન પર પડી વીજળી / કાશ્મીરમાં સુરક્ષા બળો આક્રમકઃ ઠાર થયેલા આતંકીનો મૃતદેહનો પરિજનોને નહીં સોંપાય /

નગરમાં કારખાનામાં કામ પર રહેલા કર્મચારીનું હૃદયરોગના હુમલાથી મોત

જામનગર તા.૧૩ ઃ જામનગરના એક કારખાનામાં ફરજ પર રહેલા કામદારનું છાતીમાં દુઃખાવો ઉપડયા પછી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ધાબા પરથી પટકાયેલા યુવાન પર કાળનો પંજો પડયો છે.

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા અને પટેલ કોલોની શેરી નં.૯માં આવેલી ભારદિયા એન્જિનિયરીંગ ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતા ભરતભાઈ રામજીભાઈ સંચાણિયા (ઉ.વ.પ૮) ગઈકાલે બપોરે પોતાની ફરજના સ્થળે હાજર હતા ત્યારે તેઓને છાતીમાં દુઃખાવો ઉપડતા તેઓ બેભાન થઈ ગયા હતા. કારખાનામાં હાજર અન્ય લોકોએ ભરતભાઈને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પોલીસે નરેન્દ્રસિંહ દિવુભા જાડેજાનું નિવેદન નોંધી મૃતદેહનું પી.એમ. કરાવ્યું છે.

જામનગરના પવનચક્કી વિસ્તારમાં રહેતા રાકેશ જયેન્દ્રભાઈ બુદ્ધભટ્ટી (ઉ.વ.ર૪) ગઈ તા.૧૧ મેની રાત્રે પોતાના મકાનની છત પર સૂતા હતા ત્યારે ત્રણેક વાગ્યે લઘુશંકા જવા માટે ઉઠયા હતા. આ વેળાએ ઉંઘમાં રાકેશભાઈ ગડથોલિયું ખાઈ બાધા પરથી નીચે પટકાતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ થયાનું જાહેર થતા અમદાવાદ પોલીસે તેના કાગળો તૈયાર કરી જામનગર પોલીસને મોકલી આપ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00