ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

દેવભૂમિ દ્વારકા જિલ્લાની આંગણવાડી-શાળાના બાળકોને વિનામૂલ્યે કૃમિ રોધક દવાઓ અપાશે

ખંભાળિયા તા. ૯ઃ દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર રાજ્યમાં 'રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ' અન્વયે શાળા અને આંગાણવાડી કેન્દ્રોના સહકારથી તા. ૧૦.ર.ર૦૧૮ ના કૃમિનાશક દવા નિઃશુલ્ક આપવામાં આવશે. જેમાં એક થી પાંચ વર્ષના બાળકોને દવાનો એક ડોઝ આંગણવાડી કેન્દ્ર તથા ૬ થી ૧૯ વર્ષના વિદ્યાર્થીઓને શાળા મારફત દવા આપવામાં આવશે.

આંગણવાડી તથા શાળાએ ન જતા હય તેવા બાળકોને પણ આંગણવાડી કેનદ્ર પર આ દવા વિનામૂલ્યે ખરવડાવવામાં આવશે. કૃમિનાશક દવા ગોળી બાળકો માટે સુરક્ષિત દવા છે. આ દવા તમામ સ્તરે નિરીક્ષણ હેઠળ આપવામાં આવશે.

બાળકોમાં કૃમિનાશક દવાના સીધા ફાયદા જેવા કે લોહીની ઉણણપમાં સુધરો, પોષણ સ્તરમાં સુધારો તથા ભવિષ્યના ફાયદા જેવા કે આંગણવાડી કેન્દ્ર અને શાળામાં હાજરી, ગ્રહણ શક્તિમાં સુધારો, ભવિષ્યમાં કાર્યક્ષમતામાં સુધારો, જીવનદરમાં વૃદ્ધિ તેમજ વાતાવરણમાં કૃમિની સંખ્યા ઓછી હોવાથી જામનગરને લાભ મળશે. કૃમિની દવા ખાવાના સાથે-સાથે કૃમિના ચેપથી બચવાના ઉપાયો ખૂબ જ જરૃરી છે જેવા કે નખ નાના અને સાફ રાખવા, હંમેશાં પીવાનું પાણી સ્વચ્છ રાખવું, ખોરાકને ઢાંકીને રાખવો, ચોખ્ખા પાણીથી ફળો અને શાકભાજી ધોવા, ઘરની આજુબાજુ સ્વચ્છતા રાખવી, પગરખાં પહેરવા, ખુલ્લામાં જાજરૃ ન જવું, હંમેશાં શૌચાલયનો ઉપયોગ કરવો, જમ્યા પહેલા અને શૌચ પછી સાબુથી હાથ ધોવા જરૃરી છે.

કૃમિના સંકમણ ચક્રના ઉપાય માટે દરેક બાળકને આલ્બેન્ડાઝોલની ગોળી આપવી આવશ્યક છે. બાળકોમાં તાત્કાલિક કૃમિનો પ્રભાવ જોવા ન પણ મળે, પરંતુ તે બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણ તેમજ સર્વાંગી વિકાસ અને શારીરિક વિકાસ પર લાંબા સમય પછી નુક્સાનકારક સાબિત થઈ શકે છે. જેથી કરીને કૃમિનાશક ગોળી ચાવીને ખાવી જોઈએ. વધુ માહિતી માટે જે-તે વિસ્તારની આંગણવાડી કાર્યકર, આશા બહેનો, આરોગ્ય ક્ષેત્રિય કર્મચારીઓનો સંપર્ક કરવો. તારીખ ૧૦ ફેબ્રુઆરી, ર૦૧૮ ના ૧ થી ૧૯ વર્ષ સુધીના બાળકોને કૃમિનાશક નિઃશુલ્ક દવા નજીકના આંગણવાડી કેન્દ્ર તથા શાળામાં જઈને રૃબરૃ ખવડાવવા દરેક વાલીને ડો. એસ.પી. સિંહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, દેવભૂમિ દ્વારકા દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00