દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

અમદાવાદઃ કાર અકસ્માતમાં ત્રણના કરૃણ મૃત્યુ

અમદાવાદ તા. ૮ઃ અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં રાજ્યના મંત્રી અને ધારાસભ્ય બારડના સંબંધી સહિત ત્રણ વ્યક્તિના કરૃણ મૃત્યુ થયા છે.

ભાડજથી ઓગલજ જતા વચ્ચે આવેલી બેબીલોન ક્લબ પાસે કપચી ભરેલી ટ્રક સાથે કારનો અકસ્માત થયો હતો. વહેલી સવારે પાંચ વાગ્યે થયેલા ગમખ્વાર અકસ્માત પછી કાર ભડભડ સળગી હતી. આગ એટલી વિકરાળ હતી કે અંદર બેઠેલા પાંચ લોકોને બહાર નીકળવાનો મોકો નહોતો મળ્યો. આગમાં ૩ વ્યક્તિના મોત થયા હતાં. જ્યારે બે દાઝી જતા સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. મૃતકમાં મંત્રી કૌશિક પટેલના દીકરાનો સાળો પણ સામેલ છે. આ અકસ્માતમાં મંત્રીના સંબંધી ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડના ભત્રીજા સહિત ત્રણ યુવકોના મૃત્યુ થયા છે, અને અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે દાજી જતા સારવાર હેઠળ છે.

આ ઘટના અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ પૂર ઝડપે દોડતી ફોકસવેગન કાર અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર ભાડજ સર્કલ પાસે ઊભેલી એક ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ટક્કર એટલી જબ્બર હતી કે કારમાં આગ લાગી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે કારમાંથી બહાર નીકળવાની કોઈને તક મળી નહોતી. આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી પાંચેય યુવકોને બહાર કઢાયા હતાં.

મૃતકોમાં કોંગ્રેસના તલાલાના ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડના ભત્રીજા રાહુલ બારડ ઉપરાંત ધૈર્ય પટેલ અને રોયલ પટવાનો સમાવેશ થાય છે, તે પૈકી ધૈર્ય પટેલ મંત્રી કૌશિક પટેલના પુત્રનો સાળો થાય છે.

પોલીસ તંત્રના સૂત્રો જણાવે છે કે આ અકસ્માત કેવી રીતે થયો અને ક્યા કારણોસર આગ લાગી તેની જાણકારી મેળવવા માટે ફોરેન્સિક અધિકારીઓની ટીમ ઘટના સ્થળે બોલાવાઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00