ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

ભારત-આફ્રિકા વચ્ચે આવતીકાલે ચોથી વનડે જોહનિસબર્ગમાં રમાશે

જોહનિસબર્ગ તા. ૯ઃ પ્રારંભની ત્રણેય મેચ જીતી લેનાર ભારત હવે દ.આફ્રિકા સામે ચોથી મેચમાં વિજય મેળવીને શ્રેણી અંકે કરવા મેદાનમાં ઉતરશે. આવતીકાલે જોહનિસબર્ગમાં રમાનારી ચોથી વનડેમાં એબી ડિવિલિયર્સની વાપસી થતાં દ.આફ્રિકાની ટીમને રાહત થઈ છે.

જોહાનિસબર્ગના ઐતિહાસિક મેદાનમાં ભારત  દ.આફ્રિકા વચ્ચે આવતીકાલે છ વનડે મેચોની શ્રેણીની ચોથી મેચ રમાનાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શરૃઆતની ત્રણેય મેચો જીતીને શ્રેણીમાં ૩-૦ની લીડ ધરાવે છે. વિરાટ સેના વિજયરથને આગળ વધારવા સંપૂર્ણપણે તૈયાર છે.

આ મેચ જીતી ભારતીય  ટીમ શ્રેણી જીતી લેવા માટે સજ્જ છે. ભારતીય ખેલાડીઓના ફોર્મને જોતા આ મેચ પણ ભારત જીતી લેશે તેમ માનવામાં આવે છે. જો કે આફ્રિકાની છાવણીને રાહત થઇ છે. કારણ કે તેના સૌથી શક્તિશાળી ખેલાડી એબી ડિવિલિયર્સની વાપસી થઇ ગઇ છે.  વિરાટ કોહલી ધરખમ ફોર્મમાં ચાલી રહ્યો છે છતાં પણ ભારતીય ટીમને સાવધાન રહેવાની જરૃર પડશે. કારણ કે, ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં આફ્રિકાએ ભારત ઉપર જીત મેળવી હતી. રહાણે, વિરાટ કોહલી, શિખર ધવન ફોર્મ મેળવી ચુક્યા છે પરંતુ રોહિત શર્મા પાસેથી અપેક્ષા મુજબની બેટિંગ હજુ જોવા મળી નથી.

અત્રે નોંધનીય છે કે સાતમી ફેબ્રુઆરીના દિવસે કેપટાઉનમાં રમાયેલી છ વનડે મેચોની શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે આફ્રિકા પર ૧૨૪ રને ભવ્ય જીત મેળવી હતી. આની સાથે જ વનડે શ્રેણીમાં ૩-૦ની નિર્ણાયક લીડ મેળવ લીધી હતી. વિરાટ કોહલીએ ફરી એકવાર વિરાટ બેટિંગ કરીને શાનદાર ૧૬૦ રન ફટકાર્યા હતા. ત્યારબાદ કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલે જોરદાર બોલિંગ કરીને પોતાની ટીમને જીત અપાવવામાં ચાવીરૃપ ભૂમિકા અદા કરી હતી.

પ્રથમ બેટિંગ કરતા ભારતે ૫૦ ઓવરમાં છ વિકેટે ૩૦૩ રનનો જુમલો ખડક્યો હતો. ત્યારબાદ આફ્રિકાની ટીમ ૪૦ ઓવરમાં ૧૭૯ રન કરીને આઉટ થઇ ગઇ હતી. ચહેલે ૪૬ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.

કુલદીપે ૨૩ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલીએ ૧૫૯ બોલમાં ૧૨ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૬૦ રનની ઇનિગ્સ રમી હતી.

તે પહેલા  ચોથી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયનમાં રમાયેલી બીજી વનડે મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને કચડી નાંખીને શાનદાર જીત મેળવી હતી. આફ્રિકાની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી ન હતી અને ૩૨.૨ ઓવરમાં જ માત્ર ૧૧૮ રનમાં પેવેલિયન ભેગી થઇ હતી. જવાબમાં ભારતીય ટીમે જોરદાર બેટિંગ કરીને ૨૦.૩ ઓવરમાં જ ચેમ્પિયનની જેમ બેટિંગ કરતા એક વિકેટે ૧૧૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી. શિખર ધવન ૫૬ બોલમાં નવ ચોગ્ગા સાથે ૫૧ રન બનાવીને અણનમ રહ્યો હતો જ્યારે વિરાટ કોહલી ૫૦ બોલમાં ૪૬ રન બનાવીને અણનમ રહ્યો હતો. પ્રથમ વિકેટ ભારતે ૨૬ રને ગુમાવી દીધી બાદ બીજી કોઇ વિકેટ પડી ન હતી. મેન ઓફ દ મેચ તરીકે યુજવેન્દ્ર ચહેલની પસંદગી કરવામાં આવી હતી. ચહેલે તરખાટ મચાવીને ૨૨ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી.  બન્ને ટીમો નીચે મુજબ છે.

ભારતની ટીમમાં વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, બુમરાહ, ચહેલ, શિખર ધવન, ધોની, શ્રેયસ અય્યર, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સામી, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, અજન્કિયા રહાણે, શાર્દુલ ઠાકુરનો સમાવેશ થાય છે. જ્યારે આફ્રિકન ટીમમાં મારક્રમ (કેપ્ટન), હાસિમ અમલા, ડીકોક, ડ્યુમિની, ઇમરાન તાહિર, ડેવિડ મિલર, મોર્ને મોર્કેલ, ક્રિસ મેરિસ, લુંગી ગીડી, ફેલુકવાયો, રબાડા, સામ્સી, ઝોન્ડો, ડિવિલિયર્સ ને સમાવાયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00