હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

જામનગરમાં આધાર કાર્ડ સેન્ટરો પ્રત્યેનો જનાક્રોશ તંત્રની 'અનિષ્ઠા'નો પુરાવો છે

જામનગર તા. ૧૩ઃ જામનગર દ્વારા હવે દરેક જરૃરી સેવાઓના આધાર કાર્ડ લિન્ક કરાવવાની કામગીરી ફરજિયાત કરી દેવામાં આવી છે ત્યારે નવા અધાર કાર્ડ કાઢવાની તેમજ ભૂલોવાળા આધાર કાર્ડમાં સુધારો કરી આપવા માટે બેંકોને જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ જામનગરમાં મોટાભાગની બેંકો દ્વારા આધાર કાર્ડ અંગેની કામગીરી આરંભ કરવામાં આવી ન હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે.

બીજી તરફ તંત્ર દ્વારા સંચાલિત આધાર કાર્ડની કામગીરી કરતા સેન્ટરોમાં નિઃશુલ્ક કામગીરી કરવામાં આવતી હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનો ધસારો રહે છે, પરંતુ તંત્રના આ સેન્ટરોમાં યોગ્ય લાયકાતવાળો સ્ટાફ ન હોવાની ફરિયાદો ઊઠી છે તેમજ લાંબી કતારોમાં કલાકો સુધી ઊભા રહ્યા પછી અલ્પ શિક્ષિત કે નિરક્ષર રજદારોનો ક્રમ આવે છે ત્યારે તેમને સર્વર ડાઉન હોવાના કારણે ફરીથી બીજા દિવસે કતારમાં ઊભા રહેવું પડે છે. ઉલ્લેખનિય છે કે આધાર કાર્ડની કામગીરી કરતા સરકારી સેન્ટરોમાં સંચાલકોની સગવડ અથવા 'મૂડ' અનુસાર સર્વર ડાઉન થઈ જતું હોવાની ફરિયાદો અરજદારો કરી રહ્યા છે.

ખાનગી સેન્ટરોમાં ચાર્જ વસૂલી સરળતાથી આધાર કાર્ડની કામગીરી કરી આપવામાં આવે છે ત્યારે સરકારી સેન્ટરોમાં ધીમી ગતિએ થતી કામગીરી તંત્રની 'અનિષ્ઠા'ના પુરાવા સમાન લાગે છે. જામનગર શહેર (જિલ્લા) કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના પ્રમુખ સુભાષભાઈ ગુજરાતી દ્વારા જામનગરમાં વસતિની સાપેક્ષ આધાર કાર્ડ સેન્ટરો કાર્યરત કરવા તેમજ સંબંધિત બેંકોને આ મુદ્દે સક્રિય કરવા માટે મુખ્યમંત્રી સમક્ષ  રજૂઆત કરવામાં આવી છે

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00