નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

જામનગર જિલ્લાની સૂચિત સોસાયટીઓની ધારણ કરેલ મિલકતનું ટાઈટલ મેળવવા તાકીદ

જામનગર તા. ૬ઃ ગુજરાત રાજ્યના ગ્રામ, નગર અને શહેરોની આજુબાજુ સૂચિત સોસાયટીઓમાં વસવાટ કરતા રહીશો કે જેઓને તેઓએ ધારણ કરેલ મિલકતનું મહેસુલી ટાઈટલ પ્રાપ્ત ન થયું હોય તેઓને મહેસુલી ટાઈટલ પ્રાપ્ત થાય અને સુચિત સોસાયટીઓમાં વસવાટ કરતા રહીશોના નામે તેમનો ભોગવટો કાયદેસર થાય તે માટે સરકારના મહેસુલ વિભાગે ગુજરાત જમીન મહેસુલ કાયદામાં ઐતિહાસિક સુધારાના નિયમો અમલમાં મૂક્યા છે.

જામનગર/શહેર/જિલ્લામાં નીચે જણાવેલ સોસાયટીઓમાં સને ર૦૦૦ પહેલાનું બાંધકામ હોય તેવા રહેણાંક મકાન, દુકાન, ઉદ્યોગ વગેરે મિલકત ધારણ કરવા જમીનના ભોગવટેદારો અરજી કરી જો તેઓ ઉક્ત નિયમોમાં થયેલ જોગવાઈ મુજબ સંપૂર્ણ લાયકાત ધરાવતા હશે તો તેઓએ ધારણ કેરલ મિલકતનું મહેસુલી ટાઈટલ પ્રાપ્ત કરી શકશે.

જામનગર જિલ્લાની સોસાયટીઓમાં સોમનાથ સોસાયટી, જામજોધપુર, સેનાનગર સોસાયટી, વાયુનગર સોસાયટી ઢીંચડા તેમજ જામનગર સિટીમાં ગાયત્રીનગર-૧ સોસાયટી, નવાગામ-ઘેડ, જય સોસાયટી, પ્રવિણ દાઢીની વાડી વિસ્તારનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત રામકૃષ્ણ સોસાયટી, સરસ્વતી સોસાયટી, આનંદ સોસાયટી, ઈન્દિરાનગર, વિવેકાનંદનગર, સીધ્ધેશ્વર સોસાયટી, રાજરાજેશ્વરી સોસાયટી (નવાગામ ઘેડ) તેમજ નિલકમલ સોસાયટી, ખોડિયાર કોલોની, શિવનગર (પાણખાણ વિસ્તાર), સરદાર સોસાયટી, રામનગર (રડાર રોડ), શ્યામનગર (રડાર રોડ) નિર્મળકુંવરબા સોસાયટી, સનમ સોસાયટી-૧, સનમ સોસાયટી-ર, ચમન સોસાયટી, મકવાણા સોસાયટી, મહારાજા સોસાયટી, રંગમતી સોસાયટી, મારૃતીનગર (પાણાખાણ વિસ્તાર) નો સમાવેશ થાય છે.

અમન સોસાયટી, કાલાવડ નાકા બહાર, નવાનગર (રડાર રોડ) અને સુભાષ પાર્ક (ગ્રીનસિટી) જામનગર જિલ્લામાં સમાવિષ્ટ સોસાયટીઓ માટે ઉપર જણાવેલ કચેરીમાં નિયુક્ત કરવામાં આવેલ અધિકૃત મહેસુલી અધિકારીનો સંપર્ક સાધી નિયત ફોર્મમાં જરૃરી તમામ વિગતો ભરી સેટલમેન્ટ ફી રૃા. ૩૦૦ ભરીને અરજી કરી શકાશે. જેની સંબંધિત વિસ્તારના રહેવાસીઓએ જરૃરી નોંધ લઈ તાત્કાલિક સંબંધિત કચેરીનો સંપર્ક કરી નિયત નમુનામાં અરજી કરવા કલેક્ટર જામનગર દ્વારા અપીલ કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00