ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

એપ્રિલ-ર૦૧૬ પહેલા હોમલોન લેનારને મળશે રાહત

નવી દિલ્હી તા. ૯ઃ રિઝર્વ બેંકે એક ફેરફાર કરતા હવે એપ્રિલ-ર૦૧૬ પહેલા હોમલોન લેનારને રાહત મળશે અને વર્તમાન માપદંડો મુજબ જુના વ્યાજદરોની ગણતરી કરાશે.

એપ્રિલ ર૦૧૬ પહેલા હોમલોન લેનારા માટે રાહતના સમાચાર છે. મળતા અહેવાલો મુજબ આવી લોન પર લાગુ વ્યાજરોને બેંકોએ બજારના દરો અનુસાર તર્કસંગત બનાવ્યા નથી તેથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને હોમલોન પર જુના વ્યાજદરોને બજારથી જોડાયેલા વર્તમાન માપદંડોને અનુકૂળ લાવવાના નિર્દેશ આપયા છે. એપ્રિલ ર૦૧૬ પહેલા હોમલોન બેઈઝ રેટથી જોડાયેલા હતાં. જેનો એક તરફા નિર્ધારણ બેંકો કરતી હતી. જ્યારે ફરિયાદો આવવા લાગી કે બેઈઝ રેટમાં વ્યાજદરો ઘટવાનો ફાયદો નથી દેખાતો, તો રિઝર્વ બેંકે ફોર્મ્યુલા પર આધારીત માર્જીનલ કોસ્ટ ઓફ લેન્ડીંગ રેટ લાગુ કરી જે ફંડની કોસ્ટ સાથે જોડાયેલ છે.

એપ્રિલ ર૦૧૬ પછી લોન લેનારને આ લેન્ડીંગ ફાયદો મળી રહ્યો છે, પરંતુ તેની પહેલા લોન લેનારા બેઈઝ રેટના આધાર પેમેન્ટ કરી રહ્યા છે. બેઈઝ રેટ સમાપ્ત થયા પછી ર૧ મહિનામાં વેટેડ એવરેજ લેન્ડીંગ રેટ ૧૧.ર૩ ટકાથી ઘટીને માત્ર ૧૦.ર૬ ટકા થઈ ગયો હતો. આનો ફાયદો જેમને મળી રહ્યો છે તેમાં મોટાભાગના એવા લોકો છે જેમની લોન પર લાગુ વ્યાજનો દર માર્જીનલ કોસ્ટ ઓફ લેન્ડીંગ રેટ સાથે જોડાયેલો છે. મોટાભાગની બેંકોએ કોસ્ટ ઓફ ફંડ અનુસાર વ્યાજદરોમાં ફેરફારો નથી કર્યા, પરંતુ એસબીઆઈએ ગયા મહિને હોમલોન પર વ્યાજદર ૩૦ બેઝીસ પોઈન્ટ ઘટાડી ૮.૬પ ટકા કર્યો હતો.

આથી રિઝર્વ બેંકે ૧લી એપ્રિલથી બેઈઝ રેટને માર્જીનલ કોસ્ટ ઓફ લેન્ડીંગ રેટ સાથે લિંક કરવાનો નિર્ણય લીધો છે આનાથી રેપોરેટમાં ઘટાડાનો ફાયદો ગ્રાહકોને વહેલો મળશે. રિઝર્વ બેંકે બેંકો માટે ૧લી એપ્રિલ ર૦૧૬ થી માર્જીનલ કોસ્ટ પર આધારીત લેન્ડીંગ રેટ સિસ્ટમ લાગુ કરી હતી. બેંકે તે પછી આ સિસ્ટમ પર લોન આપતી હતી.

રિઝર્વ બેંકે ગઈકાલે જણાવ્યું હતું કે આ સિસ્ટમ શરૃ કરતી વખતે માનવામાં આવ્યું હતું કે જે લોકો બેઈઝ રેટના આધારે લોન લીધી છે એ લોન પણ આ સિસ્ટમ પર આવી જશે, જો કે એવું જોવામાં આવ્યું છે કે, મોટાભાગની બેંકોએ લોન હજુ બેઈઝ રેટ પર જ આપવાનું ચાલું રાખ્યું છે. જ્યારે રિઝર્વ બેંકે તેના ઉપર મનાઈ ફરમાવી છે. હવે પોલીસી રેટમાં ઘટાડો થતી વખતે લેન્ડીંગ રેટ સિસ્ટમ પર લોન લેનાર ગ્રાહકને ઘટાડાનો ફાયદો મળશે. તેથી ૧લી એપ્રિલથી બેઈઝ રેટને નવી સિસ્ટમથી લિંક કરવાનો નિર્ણય લેવાયો છે તેથી તે મુજબની ગણતરી કરાશે.

આનો ફાયદો લોન લેનારા ગ્રાહકોને મળશે. બેઈઝ રેટ પર મળતી લોનને નવી સિસ્ટમ સાથે જોડી દેવાશે જેનો ફાયદો મળશે. રિઝર્વ બેંકની આ પહેલથી ૧લી એપ્રિલથી તમારી લોન સસ્તી થઈ શકે છે અને હપ્તા પણ ઘટશે. જુની લોન લેનારાને પણ ફાયદો મળશે. આ માટે દિશા-નિર્દેશ આવતા સપ્તાહે જાહેર કરાય તેવી શક્યતા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00