વાઈસ એડ મેરિકલ કરમબીરસિંહ ર૪માં નેવી ચીફ બનશેઃ સુનિલ લાંબા ૩૧ મેના રોજ થશે રિટાયર્ડ / દિલ્હીમાં માલ્યાની સંપતીઓ ૧૦ જુલાઈ સુધીમાં એટેચ કરવામાં આવેઃ બેંગ્લુરૃ કોર્ટનો પોલીસને આદેશ / પક્ષપલ્ટુ જવાહર ચાવડાની ચકલી ચડી ફુલેકેઃ મંત્રી બન્યા પછી બોલ્યા હું પત્રકારોનો બાપ છું / ટ્રમ્પનો યુર્ટન નોર્થ કોરિયા પરના લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવા આદેશ

પેટ્રોલપંપે બોટલમાં ડીઝલ ભરાવ્યા પછી ચાર શખ્સોએ ફીલરને ધોકાવ્યો

જામનગર તા.૧૩ ઃ ભાણવડના ત્રણ પાટિયા પાસે પેટ્રોલપંપ પર બોટલમાં ડીઝલ ભરાવવા આવેલા શખસો ફીલરને ધોકાવ્યાની અને દ્વારકાના એક યુવાનને બે શખ્સોએ માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે.

ભાણવડથી આશરે ૧૧ કિ.મી. દૂર ત્રણ પાટીયા પાસેના એક પેટ્રોલ પંપમાં કામ કરી રહેલા શોયબભાઈ હનિફભાઈ સૈયદ (ઉ.વ. રપ) નામના યુવાન પાસે રાકેશ સામતભાઈ નામના એક શખ્સે  પ્લાસ્ટીકની બોટલમાં ડીઝલ પુરાવ્યું હતું પછી તેણે ડીઝલ નહીં, પેટ્રોલ જોઈતું હોવાનું કહેતા આ બાબતે પેટ્રોલપંપના કર્મચારી શોયબભાઈ સૈયદ સાથે બોલાચાલી થઈ હતી જેના કારણે રાકેશ તથા કનુભાઈ સામતભાઈ (રહે. બન્ને મેવાસા) અને તેઓ સાથે બે અજાણ્યા શખ્સોએ આવીને લાકડીઓ વડે બેફામ માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું જાહેર થયું છે. પોલીસે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

દ્વારકામાં ટી.વી. સ્ટેશન પાસે રહેતા અને ડ્રાઈવીંગ કામ કરતા હમીરભાઈ રાજાભાઈ ચાનપા નામના ૩૧ વર્ષના અનુ.જાતિના યુવાનની બોલેરો ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટથી ચાલતી હોય, તેમને હેરાન કરવાના ઈરાદે ખતુંબા ગામે સવાભા જીમલભા સુમણીયા તથા તેની સાથે આવેલા એક અજાણ્યા શખ્સે હમીરભાઈને ગાડી મૂકીને જવાનું કહી બિભત્સ ગાળો કાઢીને છરી વડે ઘાતક હુમલો કર્યો હતો.

આરોપીઓ દ્વારા હમીરભાઈને મૂઢ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું તથા જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાનું પોલીસમાં જણાવાતા પોલીસે ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00