બિહારમાં સ્કૂલથી ૫રત આવી રહેલા બાળકોને કારે કચડયાઃ ૯ બાળકોના મૃત્યુ / મોદીની પર૩ કરોડની ર૧ પ્રોપર્ટી કરાઈ જપ્ત ઃ કુલ ૬૯૩૯ કરોડની કરાઈ જપ્તી / વેરાવળમાં દલિત યુવાનને જીવતો સળગાવવા ૪ શખ્સોએ કર્યાે પ્રયાસ / અફઘાનિસ્તાનમાં સૈન્ય કેમ્પ પર હુમલામાં ૧૮ સૈનિકો અને ર૩ નાગરિકોના નિપજયાં મૃત્યુ /

વિજરખી ડેમ પાસે જઈ દવા પી લેનાર યુવાનનું સારવાર દરમ્યાન મૃત્યુ

જામનગર તા. ૧૩ ઃ જામનગરના મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં રહેતા એક યુવાને વિજરખી ડેમ પાસે જઈ ઝેરી દવા પી લીધા પછી તેઓનું સારવાર દરમ્યાન રાજકોટ દવાખાને મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી મહાપ્રભુજીની બેઠક પાસે રહેતા જીતેન્દ્રભાઈ દયાળજીભાઈ પરમાર નામના ત્રીસ વર્ષના યુવાન ગઈ તા.૮ના દિને ઘરેથી નીકળી ગયા પછી વિજરખી ડેમ પહોંચ્યા હતા. ત્યાં જીતેન્દ્રભાઈએ કોઈ કારણથી મરી જવાનો નિર્ણય કરી પોતાની સાથે લાવેલી ઝેરી દવાની શીશી મોઢે માંડી લીધી હતી. આ યુવાનને તેના પરિવારે સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યાનું રાજકોટ પોલીસે જામનગર પોલીસને જણાવ્યું છે. પંચકોશી-એ ડિવિઝનના જમાદાર આર.ડી. મેરાણીએ બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00