હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

ખંભાળીયાથી દ્વારકા સુધીના માર્ગ ઉપર મોસમનું સૌથી ગાઢ ધૂમ્મસઃ ઝાકળ વર્ષા

ખંભાળીયા તા. ૮ઃ આ મોસમનું સૌથી ગાઢ અને ઝાકળ સાથેનું ભયંકર ધૂમ્મસ આજે તા. ૮મી માર્ચે ખંભાળીયાથી દ્વારકા સુધી છવાતા વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો. વ્હેલી સવારે પાંચેક વાગ્યાથી શરૃ થયેલું આ ધૂમ્મસ એટલું પ્રબળ હતું કે, છેક સવારના સાડા આઠ સુધી ચાલુ રહ્યું હતું તથા એક તબક્કે તો તેની તીવ્રતા પાંચ ફૂટ પણ ના દેખાય તેવી થતાં વાહનો થંભી ગયા હતાં. તો લગ્નની સિઝનમાં જાન પણ મોડી થઈ હતી. ઝાંકળનો પ્રભાવ એટલો હતો કે, વાહનમાં વરસાદની જેમ ટીપાં કાચ પર પડતા હતાં તો વૃક્ષની નીચે વરસાદની જેમ ટીપાં ટપકવાના ચાલુ થઈ ગયા હતાં. ભારે ઝાકળ અને ધૂમ્મસથી અનેક સ્થળે રસ્તાઓ ફંટાતા હોય ત્યાં લોકો રસ્તા ભૂલીને બીજા રસ્તે ચઢી જવાના બનાવો પણ બન્યા હતાં, તો ભારે ઝાકળ સાથે આ અભૂતપૂર્વ ધૂમ્મસ છેક સાડા આઠ વાગ્યા સુધી સૂર્ય ઉગ્યાને દોઢ કલાક પછી પણ ગાઢ ધૂમ્મસ છવાયેલું રહ્યું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00