તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

જામનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશ દિનની ઉજવણી કરાશે

જામનગર તા. ૯ઃ જામનગરમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના ૧ થી ૧૯ વર્ગના તમામ બાળકોને આગામી ૧૦ ફેબ્રુઆરીના દિને કૃમિનાશક દવા આલ્બેન્ડાઝોલ આપી બાળકોને કૃમિમુક્ત કરવાનું આયોજન હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત એક થી પાંચ વર્ષના તમામ બાળકોને આંગણવાડી કેન્દ્ર પર ૬ થી ૧૯ વર્ષના બાળકોને શાળામાં દવા આપવામાં આવશે. ઉપરાંત શાળાએ ના જતા  કે ના નોંધાયેલ બાળકોને પણ નજીકના કેન્દ્ર પર ચાવીને ખાવાની દવા નિઃશુલ્ક આપવામાં આવશે.

કૃમિના સંક્રમણથી બચવા માટે દરેક બાળકને દવા આપવી આવશ્યક છે. જો બાળકોમાં કૃમિના ચેપનો પ્રભાવ હોય તો તેના સ્વાસ્થ્ય, શિક્ષણ અને સર્વાંગી વિકાસ પર લાંબા સમય સુધી અસર પહોંચાડી શકે છે અને તેથી બાળક કુપોષણનો શિકાર બને છે અને લોહીની ઉણપના કારણે હંમેશાં બાળકને થાક લાગે છે તેથી ઉપરોક્ત અભિયાનમાં તમામ બાળકોને ગોળી મળી રહે તે માટે આપના ગામમાં શાળામાં, આંગણવાડી કેન્દ્રમાં તેમજ આશાબેન તથા આરોગ્ય કાર્યકર પાસેથી આપના બાળકને આ ગોળી મળી રહે સુનિશ્ચિત કરવા તથા કાર્યક્રમમાં સહકાર આપવા લોક આગેવાનો તથા સમગ્ર જાહેર જનતાને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જેજે. પંડ્યા દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00