નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

જામજોધપુરમાં પોલીસના સીતમ સામે દલિત સમાજની વિશાળ રેલી-આવેદન

જામનગર તા. ૧૩ઃ જામજોધપુરમાં પોલીસ દ્વારા દલિત પરિવારોને ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપ સામે ગઈકાલે દલિત સમાજે વિશાળ રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું હતું.

જામજોધપુરના દલિત સમાજના સોમાભાઈ મકવાણાના ઘરમાં પોલીસ કર્મચારીઓ દારૃની બાતમી છે તેમ કહી ઘૂસ્યા હતાં, અને ઘરનો સરસામાન વેર-વિખેર કરી નાંખ્યો હતો. અને મહિલાઓ સામે અભદ્ર વર્તન કર્યુ હતું. આમ પોલીસ દ્વારા મહિલાઓ, દલિત સમાજનું અપમાન કરવામાં આવ્યું હતું.

આ મુદ્દે આજે દલિત સમાજના પ૦૦ લોકોએ વિશાળ રેલી કાઢી હતી, અને જામજોધપુર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

શૈલેષભાઈ મકવાણા કોઈપણ અસામાજિક પ્રવૃત્તિ સામે સંકળાયેલા નથી, તેના ઉપર એક પણ પોલીસ કેસ થયો નથી. આમ છતાં તેના ઉપર પોલીસે સીતમ ગુજાર્યો હતો. આથી જવાબદાર પોલીસ કર્મચારી સામે કડક પગલા લેવા જોઈએ.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00