બન્ને દેશોએ ૧૪ કરારો કર્યાઃ ચીન અને નેપાળ કાઠમંડુને તિબેટ સાથે જોડતી રેલવે લાઈન બાંધશે / સુરતમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમનઃ મકાન પર પડી વીજળી / કાશ્મીરમાં સુરક્ષા બળો આક્રમકઃ ઠાર થયેલા આતંકીનો મૃતદેહનો પરિજનોને નહીં સોંપાય /

દરબારગઢ પાસે શર્ટના ખિસ્સામાંથી મોબાઈલ તફડાવતો શખ્સ ઝડપાયો

જામનગર તા.૧૩ ઃ જામનગરના દરબારગઢ વિસ્તારમાં ભરાતી શાક માર્કેટ પાસેથી ગઈકાલે એક વ્યક્તિના શર્ટના ખિસ્સામાંથી મોબાઈલ તફડાવાઈ જતાં તેઓએ એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે આવી જ રીતે તે જ વિસ્તારમાંથી દોઢેક મહિના  પહેલા અન્ય એક આસામીનો મોબાઈલ અને બે મહિના પહેલા જી.જી. હોસ્પિટલની બ્લડ બેંક પાસેથી અન્ય એક આસામીનો મોબાઈલ બઠાવાયાનું પોલીસ દફતરે નોંધાયું છે.

જામનગરના મોટા આશાપુરા મંદિર વિસ્તાર પાસે આવેલા બચુનગરમાં રહેતા મોહસીન સાલેમામદ છરેચા નામના આસામી ગઈકાલે બપોરે દરબારગઢ નજીક ભરાતી શાક માર્કેટ પાસે હતા ત્યારે તેઓએ પોતાના શર્ટના ખિસ્સામાં સેમસંંગ કંપનીનો જે-ર મોડેલનો રૃા.૬ હજારનો મોબાઈલ રાખ્યો હતો. આ મોબાઈલ આસીફ બાબુ પટેલ નામના મેમણ શખ્સે તફડાવી લેતા મોહસીને સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધુંવાવમાં કુંભારવાડામાં રહેતા નિતેશભાઈ કરશનભાઈ પરમાર દોઢેક મહિના પહેલા શાક માર્કેટ પાસે આવ્યા હતા ત્યારે તેઓએ પોતાના શર્ટના ખિસ્સામાં રૃા.૬ હજારની કિંમતનો સેમસંગ કંપનીનો જે-ર મોબાઈલ રાખ્યો હતો તે મોબાઈલ કોઈ શખ્સે નિતેશભાઈની નજર ચુકાવી સેરવી લીધો હતો જેની ગઈકાલે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં શિવનગર શેરી નં.પમાં વસવાટ કરતા બાબુભાઈ ગીગાભાઈ ગજણોતર નામના આસામી ગઈ તા.ર૦ જાન્યુઆરીએ સવારે જી.જી. હોસ્પિટલમાં પોતાના સંબંધીની તબીયત જોવા માટે આવ્યા હતા ત્યારે બાબુભાઈ બ્લડ બેંક પાસે ઉભા હતા ત્યારે તેમના શર્ટના ખિસ્સામાંથી રૃા.૮ર૦૦ની કિંમતનો મોબાઈલ કોઈ શખ્સ તફડાવી ગયો હતો. તેઓએ આ બાબતની ગઈકાલે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00