યુકેમાં ૧પ ઈંચ બરફ વર્ષાઃ એનર્જી પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં હજ્જારો લોકો થયા બે ઘર / વડોદરામાં લાઠીચાર્જના વિરોધમાં વકીલો ઉતર્યા રસ્તા પરઃ કર્યાે ચક્કાજામ / રશિયામાં પુતિનની ૭પ ટકા મત સાથે ફરી જીત /

જામજોધપુરની પરિણીતાને વધુ દહેજની લાલચે સાસરિયાઓએ આપ્યો ત્રાસ

જામનગર તા.૮ ઃ જામજોધપુરની એક પરિણીતાને સાસરિયાઓએ વધુ દહેજ લઈ આવવાની માગણી કરી ત્રાસ આપતા તેણીએ પોલીસનું શરણ લીધું છે.

જામજોધપુરના ઉમિયાનગર-ર પાસે આવેલી તિરૃપતિ સોસાયટીમાં રહેતા અંકિત કિશોરભાઈ રતનપરા સાથે ચાર વર્ષ પહેલા રાજકોટ જિલ્લાના ભાયાવદર ગામના ખુશ્બૂબેન પટેલ (ઉ.વ.ર૮)ના લગ્ન થયા પછી આ પરિણીતાને એકાદ વર્ષ સુધી સારી રીતે રાખ્યા પછી સાસરિયાઓએ પોત પ્રકાશ્યું હતું. આ પરિણીતાને પતિ અંકિત, સસરા કિશોરભાઈ અરજણભાઈ, સાસુ શિવાનીબેન તથા નણંદ રસીલાબેન રતનપરાએ પિયરેથી વધુ દહેજ લાવવાનું કહી શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું જેનાથી કંટાળી ગયેલા ખુશ્બૂબેન પિયર પરત ફરી ગયા હતા જ્યાંથી તેઓએ ગઈકાલે જામજોધપુર આવી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૪, ૧૧૪ તેમજ દહેજ પ્રતિબંધક ધારાની કલમ-૩, પ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00