દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

જામનગરના આરટીઆઈ એક્ટિવિસ્ટને ફેસબુક પર ગાળો ભાંડી અપાઈ ધમકી

જામનગર તા.૮ ઃ જામનગરની મહાપ્રભુજીની બેઠકના સંચાલકે નગરના આરટીઆઈ એક્ટિવિસ્ટને પિસ્તોલથી ઉડાવી દેવાની ધમકી ફેસબુક પર આપ્યાની પોલીસને જાણ કરાતા ચકચાર જાગી છે.

જામનગરની મહાપ્રભુજીની બેઠકમાં દર્શનાર્થે આવતા વૈષ્ણવોને બેઠકજીના ટ્રસ્ટીઓ દ્વારા કરાતી હેરાનગતિ અંગે થોડા દિવસ પહેલા જામનગરના આરટીઆઈ એક્ટિવિસ્ટ હર્ષદ પાબારીએ વીડિયો રેકોર્ડીંગ કરી તેને ફેસબુક પર મૂકતા ગઈકાલે બેઠકના સંચાલક સાગર ઉનડકટ નામના શખ્સે ફેસબુક પર બીભત્સ ગાળો ભાંડી તેઓના પરિવારને પિસ્તોલથી ઉડાવી દેવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

આ ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ સાગરે કાયમ માટે મારી સાથે પિસ્તોલ રહે જ છે તેમ કહી સોશ્યલ મીડિયા પર હર્ષદ પાબારીને ગાળો ભાંડી પતાવી દેવાની ધમકી આપ્યાની પોલીસમાં જાણ કરવામાં આવતા ચકચાર જાગી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00