ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

ગ્રીન દ્વારકા અભિયાન અંતર્ગત દ્વારકામાં ઔષધિય વૃક્ષારોપણ કરીને ઉજવાશે વર્લ્ડ અર્થ-ડે

દ્વારકા તા. ૧૬ઃ આ ઉપરાંત તા. રર મીએ રવિવારે દ્વારકા નગરપાલિકા અને ચિત્રનગરી રાજકોટના સહયોગથી દિવ્ય દ્વારકા ફાઉન્ડેશન દ્વારા ગ્રીન દ્વારકા અભિયાન અંતર્ગત દ્વારકામાં ઔષધિય વૃક્ષોનું વાવેતર કરી વર્લ્ડ અર્થ-ડે ની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત દ્વારકા નગરપાલિકાની આગેવાની હેઠળ વૃક્ષોનું વાવેતર થશે. સમગ્ર આયોજન દ્વારકા નગરપાલિકાના પ્રમુખ જીતુભા માણેક, ઉપપ્રમુખ પરેશભાઈ ઝાખરિયા, રોટરી ક્લબ દ્વારકાના શિતલભાઈ બથિયા, મનસુખભાઈ પરમાર, નિર્મલભાઈ સામાણી, અશોકભાઈ વાયડા, ભરતભાઈ સોલંકી, રવિભાઈ બારાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે.

દ્વારકા તીર્થધામમાં લાખો શ્રદ્ધાળુઓ ઠાકોરજીના દર્શને પધારતા હોય અને છેલ્લા દાયકામાં અહીં આવતા યાત્રાળુઓમાં સતત વધારો થતો હોય, ભાવિકોની સુખસુવિધા માટે હોટલ, રીસોર્ટસ તથા ધર્મશાળા અને ભવનોમાં પણ વધારો થયો છે. પ્રવાસન નિગમ અને અન્ય સરકારી તથા બિનસરકારી સંસ્થાઓ દ્વારા સતત લોકભોગ્ય યોજનાઓ અને સગવડતાઓ ઊભી કરવામાં આવી રહી હોય, પ્રવાસન માટેના માળખાગત સુવિધાઓમાં પણ સતત ઉમેરો થયો છે જે આગામી દિવસોમાં હજુ પણ વધવાની સંભાવના હોય, દ્વારકાના અગ્રણી હોટેલિયર અને પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ દિવ્ય દ્વારકા ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. રોટરી ક્લબ દેવભૂમિ દ્વારકાના નેજા હેઠળ આ એક પબ્લિક સર્વિસ પ્રોજેક્ટ શરૃ કરવામાં આવી રહ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00