ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચીનને ચેતવણીઃ જો પોતાનું વલણ નહીં સુધારે તો સામાન પર ૧૦ ટકા એકસ્ટ્રા ટેક્સ લગાવવામાં આવશે / અમેરીકાએ બનાવ્યું વિશ્વનું સૌથી પાવરફુલ કોમ્ય્યુટર એક સેકન્ડમાં ર લાખ ટ્રિલીયન ગણતરી કરી શકે છે / આખરે બીજેપી-પીડીપીનું કજોડું તૂટયુંઃ ભાજપે ફાડયો પીડીપીથી છેડો / અમેરીકન પ્રમુખે આપ્યો સ્પેસ ફોર્સ રચવાનો આદેશઃ આ સેના બનાવવાના અમેરીકા પ્રથમ દેશ

ખંભાળીયામાં મહિલા દિવસની ઉજવણીમાં આંગણવાડી કાર્યકરને માતા યશોદા એવોર્ડ અર્પણ

ખંભાળીયા તા. ૧૩ઃ જયાં નારીઓનું પૂજન થાય છે ત્યાં હંમેશાં દેવતાઓ વાસ કરે છે. ૮ મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે ખંભાળીયામાં મહિલા દિનની ઉજવણી તથા મહિલા સંમેલન ગુજરાત ગ્રામઉદ્યોગ નિગમના ચેરમેન મેઘજીભાઇ કણઝારીયાના અધ્યક્ષસ્થાને ખંભાળીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયું હતું.

મેઘજીભાઇ કણઝારીયાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજય સરકારે વિશિષ્ટ પ્રકારે ઉજવવાનું નકકી કર્યું છે. ૭ માર્ચ રાતના ૧૨ વાગ્યાથી ૮મી માર્ચ રાતના ૧૨ વાગ્યા સુધી જન્મેલ દીકરીઓને 'નન્હી પરી અવતરણ' યોજના હેઠળ ચાંદીનો સિકકો અને કીટ આપી સન્માનિત કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે. ૨૦૦૧થી મહિલા અને બાળ વિભાગ અમલમાં આવ્યો ત્યારથી આ વિભાગને બજેટમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ચાલુ વર્ષે ૩ હજાર કરોડ ઉપરાંતની રકમ ફાળવવામાં આવી છે તેમ જણાવી રાજય તથા કેન્દ્ર સરકાર દ્વારા અમલી મહિલાલક્ષી યોજના ઓની વિસ્તૃત માહિતી આપી હતી.

જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડાએ કહ્યું કે મહિલાઓના વિકાસ માટે રાજય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બેટી બચાવો, બેટી પઢાવો યોજના અમલમાં મૂકી છે જે ખૂબ જ પ્રશંસનીય છે.

આ તકે ખંભાળીયા તાલુકા પંચાયત પ્રમુખ મશરીભાઇ નંદાણીયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે રાજય સરકાર બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ લઇને આવતી હોય તો આપણી પણ ફરજ છે એમાં સહકાર આપવાની. તેમણે કહ્યું કે દીકરી તો તુલસીનો કયારો છે, દીકરા-દીકરીનો ભેદ ભૂલી એક સમાન ગણવા અપીલ કરી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં કોલવા તાલુકા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ચારણ કન્યાની કૃતિ સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. તેમજ દેરામોરા પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત, ભાતેલ તાલુકા શાળાની બાળાઓ દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો નાટક, તેમજ શુકલ ઇશાબેનએ બેટી બચાવો, બેટી પઢાવો વિશે વક્તવ્ય આપ્યું હતું. ઉપરાંત સ્ટુડન્ટ પોલીસ કેડેટની બહેનો દ્વારા કરાટે નિદર્શન કરાયું હતું.

કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગા સ્પર્ધામાં દ્વિતિય ક્રમ પ્રાપ્ત કરનાર જયશ્રીબેન ચાવડા તથા વંદનાબેન લગારીયાને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાઇ હતી. તેમજ રાજય કક્ષાએ તથા રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમાંક મેળવનાર બહેનોને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારીની કચેરી દ્વારા મેર રૃપીબેન મોહનભાઇ, મારૂ મણીબેન મોહનભાઇ તથા વાઘેલા મનીષાબેન પરબતભાઇને સીલાઇ મશીન મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયું હતું. તેમજ આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા આંગણવાડીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ૧૧ કાર્યકર/તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ, ચેક મોમેન્ટો તથા પ્રમાણપત્રો સ્ટેજ પર મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યાં હતા. ઉપરાંત આરોગ્ય શાખા દ્વારા આશાવર્કર બહેનોને સાડી તેમજ ટેકો પ્રોગ્રામ અંતર્ગત મોબાઇલ ફોનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પ્રોગ્રામ ઓફિસર આઇ.સી.ડી.એસ. એસ.વી. કરમુર તથા આભારવિધિ દહેજ પ્રતિબંધ અધિકારી સોનલબેને કરી હતી. કાર્યક્રમમાં બેટી બચાવો અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સ્વચ્છતા અંગેના રથનું પ્રસ્થાન ચેરમેન મેઘજીભાઇ તથા જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ખંભાળીયા નગરપાલિકાના પ્રમુખશ્રી શૈલેષભાઇ કણઝારીયા, ઉપ પ્રમુખશ્રી ફાલ્ગુનીબેન વ્યાસ, જિલ્લા પંચાયતના સદસ્ય રાજીબેન કરમુર, ભાણવડ નગરપાલિકાના પ્રમુખ જોશનાબેન સાગઠીયા, કલેકટર જે.આર. ડોડીયા, એસ.પી. રોહન આનંદ, ડી.આર.ડી.એ.ના નિયામકશ્રી વી.પી. પટેલ, નાયબ કલેકટર માંડોત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિઠલાણી, પ્રાંત અધિકારીશ્રી જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સીંગ, મામલતદાર વૈષ્ણવ, તાલુકા વિકાસ અધિકારી જુઠાભાઇ કરંગીયા સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ નગરજનો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00