૫ાકિસ્તાની હેકર હસને બીજેપીની સાઈટ હેક કરી કહ્યું અમે ઈન્ડિયન સાઈટ હેક કરી તેમના પર કરી રહ્યા છીએ વળતો હુમલો / બેંગ્લુરૃમાં એરો ઈન્ડિયા શોના પાર્કિંગમાં ભીષણ આગઃ ૧૦૦ જેટલી કારો બળીને ખાખ / અડાલજમાં કરાઈ રાહુલ-પ્રિયંકા ગાંધીની સભાની તડામાર તૈયારીઓ

અપરાધી નેતા પક્ષનું સંચાલન કે ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરી શકે? 'સુપ્રિમ' સવાલ

નવી દિલ્હી તા. ૧૩ઃ સુપ્રિમ કોર્ટે એક જનહિત અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારનો જવાબ માંગ્યો છે. સર્વોચ્ચ અદાલતે પૂછ્યું છે કે સ્વયં અપરાધી હોય તેવો નેતા પક્ષનો વડો બનીને અન્ય ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરી શકે?

સુપ્રિમ કોર્ટે પૂછ્યું કે કોઈ અપરાધી વ્યક્તિ કોઈ રાજકીય પાર્ટીનો હોદ્દેદાર કેમ હોય શકે અને તે ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરી શકે? સુપ્રિમ કોર્ટ એક જનહિત અરજીની સુનાવણી કરી રહી હતી જેમાં દોષીઓ પર રાજકીય પાર્ટી બનાવવા અને તેમાં પદાધિકારી બનવાથી ત્યાં સુધી પ્રતિબંધ લગાડવા અનુરોધ કરાયો હતો જ્યાં સુધી તે ચૂંટણી સંબંધી કાનૂન અંતર્ગત અયોગ્ય છે. આ અંગે અદાલતે કેન્દ્ર સરકારનો જવાબ માગ્યો છે.

ચીફ જસ્ટિઝ દિપક મિશ્રા, જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને જસ્ટિઝ ડી.વાઈ. ચંદ્રવુડની પીઠે કહ્યું કે કોઈ અપરાધી વ્યક્તિ આવું કરતો હોય તો તે સુપ્રિમ કોર્ટના એ ચૂકાદાની વિરૃદ્ધમાં છે જેમાં કહેવાયું છે કે ચૂંટણી પ્રક્રિયામાંથી રાજનીતિમાં ભ્રષ્ટાચારને હટાવવો જોઈએ.

અદાલતે ઘોષિત કરેલા નેતાઓને પક્ષપ્રમુખ બનાવવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે આ ચિંતાનો વિષય છે કે દોષિત કરાર અપાયેલો વ્યક્તિ ખુદ ચૂંટણી લડવા માટે અયોગ્ય છે. આવો વ્યક્તિ કોઈ રાજકીય દળનો પ્રમુખ છે અને તે ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરે છે. એવી પણ સંભાવના છે કે ચૂંટાયેલા ઉમેદવારોમાંથી અુમક જીતીને સરકારમાં પણ સામેલ થઈ જાય, જે યોગ્ય નથી.

દાગી નેતાઓના રાજકીય પક્ષ પ્રમુખ બનવા વિરૃદ્ધ વકીલ અશ્વિની ઉપાધ્યાયે જનહિત અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે આ ટિપ્પણી કરી હતી. પીઆઈએલ પર ચૂંટણી પંચ તરફથી કાઉન્સિલર અમિત શર્માએ પણ સમર્થન આપ્યું હતું. અરજદારે પોતાની અરજીમાં દલીલ કરી હતી કે અમુક નેતા જે ગંભીર અપરાધિક મામલાઓમાં દોષિત કરાર ઠરે છે તેના પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે, આમ છતાં આવા લોકો પક્ષ બનાવી શકે છે અને તેનું સંચાલન પણ કરી શકે છે. અરજીમાં તર્ક અપાયો કે ઓમપ્રકાશ ચૌટાલા, શશિકલા, લાલુ યાદવ જેવા નેતાઓ દોષિત ઠર્યા છે આમ છતાં તેઓ પાર્ટીના સર્વેસર્વા બનીને બેઠા છે, જે યોગ્ય નથી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00