કુમારસ્વામિએ સાબીત કરી બહુમતીઃ ફ્લોર ટેસ્ટ પહેલા જ ભાજપનું વોકઆઉટ/ અમેરિકામાં આઈફોનની ડિઝાઈન કોપી કરવાના કેસમાં સેમસંગને ૩૬૦૦૦ કરોડનો દંડ / અમિત શાહ જો નિતીન પટેલને મંત્રી પદેથી હટાવશે તો જોડાશે અમારી સાથેઃ હાર્દિક પટેલ / રોહિંગ્યાના મ્યાનમાર પાછા ફરવાની વાતચીતમાં મોદી સહયોગ કરેઃ શેખ હશીના /

અમેરિકી શેરબજારમાં પડ્યું ગાબડુંઃ હોંગકોંગનું બજાર ૧૩૦૦ પોઈન્ટ તૂટ્યું

ન્યુયોર્ક તા. ૯ઃ અમેરિકી શેરબજારના ગાબડાએ ભારત સહિત તમામ દેશોના શેરબજારો પર અસર કરી છે. ડાઉજોન્સ, નાસ્કેડ સહિતના વિશ્વના શેરબજારો તૂટ્યા છે, જ્યારે હોંગકોંગમાં ૧૩૦૦ પોઈન્ટનો કડાકો થયો છે.

એશિયામાં સપ્તાહના અંતિમ કારોબારીના એક દિવસ પહેલા ગુરુવારે ફરી એક વખત અમેરિકી શેરબજારમાં કડાકો બોલી ગયો છે. મુખ્ફ ઈન્ડેક્સ ડાઉ જોન્સ પર ફરી એક વખત વેચવાલીને કારણે દબાણ આવ્યું અને તે ૪ ટકા સુધી તૂટ્યો. આ ઘટનાડાથી અમેરિકી બજારે પોતાના હાલના ઉચ્ચત્તમ સ્તરથી ૧૦ ટકાનું ગોથું ખાધું છે. ગઈકાલે રાત્રે ડાઉ જોન્સ ૧૦૦૦ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો તો એશિયામાં જાપાનનું બજાર ૭૦૦ પોઈન્ટ, હોંગકોંગનું બજાર ૧૩૦૦ પોઈન્ટ તૂટ્યું છે. ભારતના શેરબજાર પર પણ માઠી અસર પડી છે.

અમેરિકી બજારમાં આ ઘટાડાથી મુખ્ય ઈન્ડેક્સ સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર પ૦૦ જાનન્યુઆરીના અંતના ઉચ્ચત્તમ શિખરથી લગભગ ૧૦ ટકા નીચે પહોંચી ગયો છે. અમેરિકી બજારમાં આ ઘટાડો વધતી મોંઘવારી, વધતા ટ્રેઝરી ઈલ્ડ અને આજે સવારે આવેલા જોબના આંકડાઓના કારણે જોવા મળ્યો છે. ગઈકાલના ઘટાડામાં ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવેરજ ૧૦૩૩ પોઈન્ટ એટલે કે ૪.૧પ ટકા તૂટી ર૩,૮૬૦ ના સ્તર પર જોવા મળ્યો હતો જ્યારે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર ૧૦૧ પોઈન્ટ એટલે કે ૩.૭પ ટકાના ઘટાડા સાથે રપ૮૧ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. જ્યારે નાસ્ડેક ર૭પ પોઈન્ટ એટલે કે ૩.૯ ટકા ઘટી ૬૭૭૭ પોઈન્ટ પર જોવા મળ્યો હતો.

અમેરિકી બજારમાં છેલ્લા એક વર્ષની તેજી માટે જવાબદાર એમેઝોન અને ફેસબુકના શેરોને આ ઘટાડાથી સૌથી વધુ નુક્સાન થયું છે. સોમવારે અમેરિકી બજારમાં છ વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. અમેરિકી બજારને પગલે જાપાનનો નિકેઈ ૭૦૦ પોઈન્ટ, હોંગકોંગનો ઈન્ડેક્સ ૧૩૦૦ પોઈન્ટ, ચીનનું બજાર પાંચ ટકા ઘટી ૩૦૯૧ ઉપર આવી ગયું છે જ્યારે ભારતીય શેરબજાર ખૂલતા જ પ૦૦ થી વધુ પોઈન્ટનો કડાકો બોલ્યા પછી થોડી રિકરવી થઈ રહી છે.

બજાર માટે બજેટ પછીનું સપ્તાહ ઘટાડાના દોર સમુ રહ્યું છે. મેટલ અને બેંકીંગ શેરોમાં આજે જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. મીડકેપ ઈન્ડેક્સ ૧.૩ ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.પ ટકા ડાઉન છે. એક્સકોર્ટસ સિક્યુરીટીઝના સૂત્રોના જણાવ્યા પ્રમાણે નીફ્ટીના હિસાબથી ૧૦,૦૭૪ નું સ્તર અત્યંત મહત્ત્વનું છે. નીફ્ટી જો ૧૦,૦૦૦ ના સ્તરને તોડે અને તેની નીચે ટકે તો નિશ્ચિત રીતે બજારમાં મોટા ઘટાડાની આશંકા રહેશે. ૧૦,૦૦૦ નું સ્તર બજારના બુલ રન સ્ટ્રકચર અને મનોવૈજ્ઞાનિક સ્તર બન્ને માટે મહત્ત્વનું છે. દુનિયાભરના ઘટાડાની અસર આજે જોવા મળી છે. જો કે રોકાણકારો માટે આ ઘટાડો ખરીદી કરવાનો સૂવર્ણ અવસર છે. અમેરિકા ઉપરાંત ભારતમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ લદાતા તેની અસર સ્વરૃપ બજાર ઘટી રહ્યું છે. આ ટેક્સને કારણે ભારતમાં નિવેષ ઉપર અસર પડવાની પણ શક્યતા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00