નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

સાધના કોલોની પાસે ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઝડપાયા

જામનગર તા. ૧૩ ઃ જામનગરના સાધના કોલોનીમાંથી ગઈકાલે બ૫ોરે જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા ચાર શખ્સોને પોલીસે પકડી પાડી તેઓના કબજામાંથી રૃા.૧૦૨૩૦ની રોકડ કબજે કરી છે.

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં આવેલા સિટી બસ સ્ટેન્ડ પાસે ગઈકાલે બપોરે કેટલાક શખ્સો એકઠા થઈ જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમતા હોવાની બાતમી સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના પો.કો. શિવભદ્રસિંહ, ફિરોઝ ખફી તથા અશોક સોલંકીને મળતા તેઓએ પીઆઈ કે.આર. સકસેનાને તેનાથી વાકેફ કર્યા પછી પીએસઆઈ એચ.એમ. ધાધલના વડપણ હેઠળ તે સ્થળે દરોડો પાડયો હતો.

આ દરોડામાં સિટી બસ સ્ટેન્ડ પાસેથી રતન આરમુગમ મુદલિયાર, હિતેષ સોમાભાઈ ચાવડા, અવિનાશ ઘનશ્યામ ખાનિયા તથા નઝીરહુસેન અબ્દુલભાઈ જોખિયા નામના ચાર શખ્સો ઘોડીપાસાથી જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે તેઓના કબજામાંથી રૃા.૧૦૨૩૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ-૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે. આ કાર્યવાહીમાં સ્ટાફના હે.કો. એલ.સી. જાડેજા, એમ.જે. રાણા, યોગરાજસિંહ રાણા, રવિ બુજડ, રામદેવસિંહ જાડેજા સાથે રહ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00