ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

હું દ્વારકાની પ્રજાનો ચોકીદારઃ દ્વારકાધીશે આપી ટિકિટઃ પબુભા

દ્વારકા તા. ૯ઃ ગુજરાત વિધાનસભામાં સતત સાતમી વખત વિજેતા બનેલા ધારાસભ્ય પબુભા માણેકનું દ્વારકામાં જાહેર સન્માન કરાયું હતું. આ તકે ભગવાન દ્વારકાધીશને યાદ કરીને તેમણે કહ્યું કે હું પ્રજાનો રાજકીય ચોકીદાર છું.

ગુજરાત વિધાનસભામાં સતત સાતમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા લોકપ્રિય ધારાસભ્ય પબુભા માણેકનું દ્વારકામાં જાહેર સન્માન કરાયું હતું. દ્વારકા શહેરના વિવિધ સમાજો, વેપારી સંસ્થાઓ, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સહિતના આગેવાનોએ લોહાણા મહાજન વાડીના પટાંગણમાં વિશાળ ઉપસ્થિત જનમેદની વચ્ચે પબુભાનું જાહેર સન્માન કર્યું હતું.

ગુજરાત રાજ્ય વિધાન સભામાં સતત સાતમી વખત વિજય થયેલા ભાજપના ધારાસભ્ય પબુભા માણેકએ પોતાને ભાગ્યશાળી ગણાવતા કહ્યું હતું કે હું માત્ર પ્રજાનો રાજકીય ચોકીદાર છું અને દરેક વખતે દ્વારકાધીશ ભગવાન મને ટિકિટ આપે છે અને તે પછી હું કાયમી વિજય થયો છું. મારી સેવાકીય પ્રવૃત્તિ અને પ્રગતિની પ્રજાએ સતત નોંધ લીધી છે.

છેલ્લી ચૂંટણીમાં દ્વારકા શહેરે પબુભાને સાત હજાર મતની લીડ આપી હતી અને પબુભા પણ સાત હજાર મતની લીડથી વિજય થયા હતાં. જેથી તેમણે દ્વારકાની જનતાનો હર્ષભેર આભાર માન્યો હતો.

તેમણે દ્વારકા વિસ્તારમાં ધાર્મિક ક્ષેત્રની જાહેર સેવાઓ અંગે કહ્યું હતું કે આવતા એક માસમાં જ દ્વારકાની નજીક નંદી ધામનો પ્રારંભ થશે અને દ્વારકા શહેરને ત્યાં યાત્રિકોને માથાના દુઃખાવા સમાન રખડતા ખૂટિયાઓને નંદીધામમાં સાધન સુવિધા સાથે નિવાસ કરાવાશે. જેથી નંદીઓનું પણ વિશેષ સન્માન જળવાશે. આ ઉપરાંત ટૂંક સમયમાં જ દ્વારકા આસપાસ એકસો પચાસ એકર જટલી વિશાળ જમીન ઉપર ગૌશાળાનું આયોજન કરીને એક લાખ ગાયોને સાથે રાખીને અદ્યતન ગૌશાળાનું નિર્માણ થનાર છે.

ભાજપ સરકાર દ્વારા દ્વારકા વિસ્તારને આધુનિક અને સુખ સુવિધા સાથેના નિર્માણ કાર્ય તથા બેટ-દ્વારકાના નિર્માણાધીન થનાર સિગનેચર પુલ સહિતની યોજનાથી દ્વાકાનો ભારોભાર વિકાસ થઈ રહ્યો હોવાની વિગતો સાથે પબુભાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં દ્વારકા યાત્રાધામના વિકાસની સાથે એક વધુ ઉદ્યોગ ગૃહનો પ્રોજેક્ટ પણ આવી રહ્યો છે, જેનાથી આર્થિક ક્ષેત્રે પણ દ્વારકાને મોટો ફાયદો થશે તથા વધુ રોજગારીની તકો પણ મળી રહેશે.

પબુભા માણેકનું હોટેલ એસોસિએશન, ન્યુ વેપારી મંડળ, ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેઈન મરચન્ટ એસોસિએશનન, વકીલ મંડળ, લોહાણા મહાજન, ગુગળી જ્ઞાતિ, સતવારા સમાજ, ધોબી સમાજ, મુસ્લિમ સમાજ, રઘુવંશી યુવા ગ્રુપ, રઘુવંશી સોશ્યલ ગ્રુપ, સિદ્ધનાથ ગ્રુપ, સિદ્ધવાટિકા ગ્રુપ, પાન-મસાલા એસોસિએશન, ગૌસેવા ગ્રુપ, રૃપેણ બંદર વેપારી એસોસિએશન, ક્ષત્રિય રાજપૂત સમાજ, ભાજપ શહેર સમિતિ, ભાજપ યુવા મોરચો સહિત અનેક સંસ્થાઓએ પબુભાનું સન્માન કર્યું હતું.

કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ ઝાખરિયા, નિર્મલભાઈ સામાણી, ચંદુભાઈ બારાઈ, મીતલ વિઠ્ઠલાણી, વિજયભાઈ ભાયાણીએ કર્યું હતું. સન્માન કાર્યક્રમાં સ્વામિનારાયણ મંદિરના ચદ્રપ્રકાશ સ્વામી, નિલંકઠ સ્વામી તથા શારદાપીઠ વતી અશ્વિનભાઈ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતાં અને દ્વારકાધીશ મંદિરના પૂજારી જયેશભાઈ ઠાકર સહિતના વડીલોએ પબુભાને આશીર્વાદ આપ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00