દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

જામનગરની ન્યુ ડિવાઈન લેડીઝ ક્લબનો પદગ્રહણ સમારોહ સાથે યોજાઈ ડાન્સ કોમ્પિટીશન

જામનગર તા. ૮ઃ જામનગરની ન્યુ ડિવાઈન લેડીઝ ક્લબના વર્ષ ૨૦૧૮ના વરાયેલા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સાથે ડાન્સ કોમ્પિટીશન પણ યોજાઈ હતી.

પદગ્રહણ સમારોહનું ઉદ્દઘાટન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર પ્રતિભાબેન કનખરા, શાસક પક્ષના નેતા ધર્મરાજસિંહ જાડેજા, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિન્ડોચા, લોહાણા સમાજના અગ્રણી જીતુભાઈ લાલ, જૈન સમાજના અગ્રણી નિલેશભાઈ ટોલીયા, સંસ્કૃતિ ફાઉન્ડેશનના અધ્યક્ષ શેતલબેન શેઠ, ઉર્મિબેન મહેતા, રાજુભાઈ સોનછાત્રા, તૃપ્તિબેન રાઠોડ, જીગરભાઈ રાવલ, સુનિલભાઈ પાટકર, ભરતભાઈ કાનાબાર, પ્રશાંતભાઈ મહેતાના હસ્તે દીપપ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સરોજબેન કુબાવત, ફાલ્ગુનીબેન કામદાર, મીનાબેન દોશી, હર્ષાબેન, જ્યોતિબેન માધવાણી, દીપા જસાણી, ડિમ્પલબેન રાવલ, રીટાબેન ઝીંઝુવાડીયા, દક્ષાબેન આડેસરા, પ્રિતીબેન શુક્લ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. નવા હોદ્દેદારોને જયશ્રીબેન દત્તાએ શપથગ્રહણ કરાવ્યા હતાં. સંચાલન પરાગ વોરાએ કર્યું હતું. નિર્ણાયકો તરીકે સ્મીત પટેલ, એશા જોશી, ઝંખના કામદાર, પૂર્વિ ખગ્રામે સેવા આપી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00