દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

જામનગરમાં ૩૬પ૦ મહિલાઓ બેરોજગારઃ રપ૯૦ને રોજગારી અપાઈ

ગાંધીનગર તા. ૮ઃ ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં વિધાનસભામાં હાલારને લગતા જવાબો મંત્રીઓએ આપ્યા હતાં, જેમાં મહિલા બેરોજગારીને લગતી વિગતો બહાર આવી હતી.

ગુજરાત વિધાનસભામાં મહિલા બેરોજગારી અંગે નરોડાના ધારાસભ્ય બલરામ થાવણીએ પ્રશ્ન ઊઠાવ્યો હતો તેના જવાબમાં જણાવાયું હતું કે જામનગરમાં મહિલા બેરોજગાર ૩૬પ૦ છે તેમાં ર૦૬૯ સ્નાતક, ૧૬૬ અનુસ્નાતક છે. વર્ષ ર૦૧૭ માં રપ૯૦ ને રોજગારી પૂરી પાડવામાં આવી છે.

ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે કલ્યાણપુર તાલુકાના ધુતારિયામાં કેન્દ્રિય વિદ્યાલય માટે હાલ શું સ્ટેટ્સ છે. તેના જવાબમાં જણાવાયું હતું કે, ધુતારિયા ગામમાં રે.સ.નં. ર૦૬ ની જમીનમાંથી હે. રર-૧૪-૦પ ચો.મી. જેટલી જમીન મળવા માંગ કરી છે. જે હાલ મામલતદારની દરખાસ્તના તબક્કે છે અને અરજદાર સંસ્થાની બજાર કિંમત ભરપાઈ કરવાની સંમતિ મળ્યેથી જમીન ફાળવણી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

શિષ્યવૃત્તિ અંગેની ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રશ્નોત્તરી અંગેના જવાબમાં જણાવાયું હતું કે, ૪૬પ અરજીઓ શિષ્યવૃત્તિ માટે મળી હતી તેમાંથી ૪પ૭ અરજી મંજુર થતા લાભાર્થીને પ,૭૦,રપ૦ ની શિષ્યવૃત્તિની રકમ ચૂકવાઈ છે. તો વિક્લાંગ સાધન સહાય અંગેના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ૧પર અરજી મળી હતી અને ૧૪૪ અરજી મંજુર થતા લાભાર્થીને ૬,૯૦,૧ર૮ ની રકમ ચૂકવાઈ હતી. જામનગરના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા લંડનથી આવેલા બે પહેલવાનોને ગૃહ જોવા લઈ આવ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00