હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

હાલાર પંથકમાં ઠંડી અને ગરમીભર્યા મિશ્ર વાતાવરણનો દોર યથાવત્ઃ તાપમાન ૩૩ ડિગ્રીને પાર

જામનગર તા. ૧૩ઃ સમગ્ર હાલાર પંથકમાં ઠંડી અને ગરમીભર્યા મિશ્ર વાતાવરણનો દોર યથાવત્ રહ્યો છે. વહેલી સવારે અને મોડી સાંજે ઠંડી તો બપોરે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જામનગરમાં આજે મહત્તમ તાપમાન ૩૩.૪ ડિગ્રી નોંધાયું હતું.

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ઠંડી અને ગરમીભર્યા મિશ્ર વાતાવરણનો દોર છેલ્લા ઘણાં સમયથી યથાવત્ રહ્યો છે. લોકો વહેલી સવારે તથા મોડી સાંજે શરૃ થતા તેજીલા ફાગણિયા વાયરાઓને કારણે ઠંડી તો સવારે અગિયારથી સાંજના પાંચ વાગ્યા દરમિયાન સૂર્યદેવતાના આકરા તાપથી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આમ એક જ દિવસમાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.

ઠંડી અને ગરમીભર્યા મિશ્ર વાતાવરણની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. હાલના દિવસમાં શહેરની વિવિધ હોસ્પિટલોમાં શરદી, તાવ તથા માથુ દુઃખાવાના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે.

જામનગર, ફલ્લા, જાબુંડા, જોડિયા, હડિયાણા, ધ્રોળ, કાલાવડ, જામજોધપુર, ખંભાળિયા, ભાટિયા, દ્વારકા સહિતના વિસ્તારોમાં ઠંડીમાં આંશિક ઘટાડો થતા લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો.

જામનગરમાં પૂરા થતાં ચોવીસ કલાકનું મહત્તમ તાપમાન ૩૩.૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૪.પ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૬ ટકાથી ૧ર ટકા રહ્યું હતું તથા પવનની ગતિ પ્રતિકલાકની ૧૦ કિ.મી.થી ર૦ કિ.મી.ની વચ્ચે રહેવા પામી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00