હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

કાલાવડની ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદે ભ્રૂણ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો

જામનગર તા.૮ ઃ કાલાવડમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદેસર રીતે ભ્રૂણ પરીક્ષણ કરી આપવામાં આવતું હોવાની બાતમી મળતા ચોંકી ગયેલા જિલ્લાના આરોગ્ય તંત્રએ બે ડમી મહિલાઓને મોકલી ગોઠવેલા છટકામાં કાલાવડની પર્લ હોસ્પિટલનો તબીબ ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતો ઝડપાઈ ગયો છે. આ હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

કાલાવડમાં આવેલી સ્ત્રીરોગોની એક ક્લિનિકમાં એક તબીબ દ્વારા ગેરકાયદેસર હોવા છતાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવી રહ્યું હોવાની બાતમી જિલ્લા આરોગ્ય તંત્રને મળી હતી તેથી ચોંકી ગયેલા જિલ્લાના તંત્રએ છટકું ગોઠવ્યું હતું.

આ છટકાના ભાગરૃપે ગઈકાલે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.જે. પંડયા અને અન્ય સ્ટાફે સાક્ષીઓને સાથે રાખી બે સગર્ભા મહિલાઓને કાલાવડના સામૂહિક આરોગ્ય કેન્દ્ર સામે આવેલી પર્લ વુમન હોસ્પિટલ નામની ક્લિનિકમાં મોકલાવી હતી જ્યાંં ડો. પૃથ્વીરાજ કુબાવતે તે મહિલાઓના ગર્ભનું પરીક્ષણ કરી આપવા માટે તૈયારી દર્શાવી હતી.

એમબીબીએસની ડીગ્રી ધરાવતા આ તબીબે નિયમ મુજબ એફ-૧૬ નંબરનું ફોર્મ ભર્યા વગર અને તેમાં તે સગર્ભાની સહી કરાવ્યા વગર ગર્ભ પરીક્ષણ કરી આપ્યું હતું. આ વેળાએ જ ડો. જે.જે. પંડયા સહિતનો કાફલો ત્રાટક્યો હતો. જિલ્લા આરોગ્ય તંત્રએ હોસ્પિટલમાં રાખવામાં આવેલું સોનોગ્રાફી મશીન સીલ કરવાની સાથે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. ડો. પૃથ્વીરાજ સામે પીએસટીએનડીટી એક્ટની કલમ ૪ (બી), ૫ (૬), ૯ (૧), ૬ (૧૦) (એ) તથા ૧૮ (પ) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

એક તરફ સમગ્ર રાજ્ય તથા દેશમાં બેટી બચાવો, બેટી પઢાવોનું સૂત્ર પ્રચલિત કરી બાળકીઓના જન્મદર વધારવા માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે જ કાલાવડમાં એક હોસ્પિટલમાં ભ્રૂણ પરીક્ષણ કરતો તબીબ ઝડપાઈ જતાં જામનગર શહેર તથા જિલ્લાના તબીબી વર્તુળોમાં ઘેરા પડઘા પડયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00