ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

જામનગર મહાનગરપાલિકા દ્વારા વધુ છ મિલકતો સીલ

જામનગર તા. ૯ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે વધુ છ મિલકતો સીલ કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરા વસૂલાત ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે અને જે આસામીઓ વેરો ભરપાઈ કરવામાં નિષ્ફળ જાય તેની મિલકતો સીલ કરવામાં આવે છે. જે અન્વયે ગઈકાલે છ મિલકતો સીલ કરવામાં આવી હતી.

જેમાં જયશ્રીબેન ચંદુલાલ (રૃા. ૪૮,ર૧૬), રશીદાબેન, આમદભાઈ, ઓશમાણભાઈ વગેરે (રૃા. ૪૬,૬૦૭), સોઢા લાજીભાઈ પરસોત્તમભાઈ (રૃા. ૪પ,૮૬૧), કિરીટકુમાર ડાયાલાલ પટેલ (રૃા. ર૭,૦રર), મહંમદ હુશેન મુસાજી (રૃા. ર૪,પ૯૧) અને ફાતમાબાઈ મકાતી (રૃા. ર૩,૧૭૮) નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત અન્ય નવ આસામીઓને રૃા. ર,ર૩,૪૬ર ની રકમ સ્થળ ઉપર જ ભરપાઈ કરી આપી હતી.

આ કામગીરી આસી. ટેક્સ ઓફિસર (ટેક્સ) જીગ્નેશ નિર્મલની સૂચનાથી ટેક્સ ઓફિસર જી.જે. નંદાણિયા ઉપરાંત ભરત નંદા, મકસુદ ઘાંચી, જે.એમ. માધાણી, કે.પી. મકવાણા, કિરીટ વાઘેલા, મયુર સોલંકી, શક્તિસિંહ ગોહિલ, ચિરાગ માંડલિયા, અભિજીતસિંહ જાડેજા વગેરેએ કરી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00