કુમારસ્વામિએ સાબીત કરી બહુમતીઃ ફ્લોર ટેસ્ટ પહેલા જ ભાજપનું વોકઆઉટ/ અમેરિકામાં આઈફોનની ડિઝાઈન કોપી કરવાના કેસમાં સેમસંગને ૩૬૦૦૦ કરોડનો દંડ / અમિત શાહ જો નિતીન પટેલને મંત્રી પદેથી હટાવશે તો જોડાશે અમારી સાથેઃ હાર્દિક પટેલ / રોહિંગ્યાના મ્યાનમાર પાછા ફરવાની વાતચીતમાં મોદી સહયોગ કરેઃ શેખ હશીના /

દ્વારકાના હમુસરની સીમમાંથી ઝડપાયો અંગ્રેજી શરાબનો જથ્થોઃ એકની ધરપકડ

મીઠાપુર તા. ૯ ઃ દ્વારકાના હમુસર ગામની સીમમાં આવેલા મકાનમાંથી પોલીસે અંગ્રેજી શરાબની ૬૪ બોટલ પકડી પાડી તે જથ્થો મંગાવનાર શખ્સની ધરપકડ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીકના હમુસર ગામની સીમમાં આવેલા એક મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડયો હોવાની બાતમી વુમન પીએસઆઈ સી.બી. જાડેજાને મળતા તેઓએ પીઆઈ પી.એ. દેકાવાડિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફને સાથે રાખી દરોડો પાડયો હતો.

ત્યાં આવેલા નાગેશ્વર ગામની સીમમાં રહેતા બાબુભા શામળાભા સુમણિયા નામના શખ્સના મકાનમાં તલાશી લેવાતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી-જુદી બ્રાંડની ૬૪ બોટલ મળી આવી હતી. પોલીસે રૃા.૩ર હજારની કિંમતનો શરાબનો ઉપરોકત જથ્થો કબજે કરી બાબુભાઈ શામળાભાની ધરપકડ કરી છે.

મીઠાપુર નજીકના સુરજકરાડી ગામના ઉદ્યોગનગરમાંથી ગઈકાલે પોલીસે રાજુ કૈલાસભાઈ શર્મા નામના શખ્સને અંગ્રેજી શરાબની એક બોટલ સાથે પકડી પાડયો છે.

ખંભાળિયા તાલુકાના સલાયા નજીકના ગોદીપાડામાં રહેતા રીઝવાન રઝાક સંઘાર નામના શખ્સના મકાનમાં પોલીસે દરોડો પાડી અંગ્રેજી શરાબની એક બોટલ પકડી પાડી છે. જ્યારે રીઝવાન નાસી ગયો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00