દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ મીનીમમ બેલેન્સ નહીં જાળવવાની પેનલ્ટી ઘટાડીઃ રપ કરોડનો ફાયદો

નવી દિલ્હી તા. ૧૩ઃ સ્ટેટ એન્ડ ઓફ ઈન્ડિયાએ મીનીમમ બેલેન્સ મેઈન્ટેઈન નહીં કરતા કસ્ટમર્સની પેનલ્ટીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.

દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ એકાઉન્ટ બેલેન્સ મેઈન્ટેઈન ન કરવા પર લાગતી પેનલ્ટીમાં ૭પ ટકા સુધી ઘટાડો કર્યો છે. એવામાં હવે કોઈપણ કસ્ટમરને ૧પ રૃપિયાથી વધુ પેનલ્ટી નહીં આપવી પડે. અત્યાર સુધી આ રકમ વધુમાં વધુ પ૦ રૃપિયા હતી.

બેંક કસ્ટમરને ઘટેલી પેનલ્ટીનો ફાયદો એક એપ્રિલથી મળશે. એસબીઆઈ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, પેનલ્ટી ચાર્જ તમામ પ્રકારના બ્રાન્ચ કસ્ટમર માટે ઘટાડવામાં આવ્યો છે. એટલે એનો ફાયદો મેટ્રો, શહેરી અને ગ્રામીણ તમામ વિસ્તારોના કસ્ટમર્સને મળશે. બેંકનો દાવો છે કે આ પગલાંથી એસબીઆઈના રપ કરોડ કસ્ટમરને સીધો ફાયદો મળશે.

મેટ્રો-શહેરી વિસ્તારોમાં માસિક પેનલ્ટી રૃા. પ૦ થી ઘટાડીને ૧પ કરાઈ છે. અર્ધ શહેરી વિસ્તારમાં માસિક પેનલ્ટી રૃા. ૪૦ ઘટાડીને ૧ર કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં રૃા. ૪૦ થી ઘટાડીને રૃા. ૧૦ પેનલ્ટી લાગશે.

 

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00