ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચીનને ચેતવણીઃ જો પોતાનું વલણ નહીં સુધારે તો સામાન પર ૧૦ ટકા એકસ્ટ્રા ટેક્સ લગાવવામાં આવશે / અમેરીકાએ બનાવ્યું વિશ્વનું સૌથી પાવરફુલ કોમ્ય્યુટર એક સેકન્ડમાં ર લાખ ટ્રિલીયન ગણતરી કરી શકે છે / આખરે બીજેપી-પીડીપીનું કજોડું તૂટયુંઃ ભાજપે ફાડયો પીડીપીથી છેડો / અમેરીકન પ્રમુખે આપ્યો સ્પેસ ફોર્સ રચવાનો આદેશઃ આ સેના બનાવવાના અમેરીકા પ્રથમ દેશ

જામનગરના છ ૫ીએસઆઈને ફાળવાયા ફરજના સ્થળ

જામનગર તા.૮ ઃ જામનગરના છ નવા પોલીસ સબ ઈન્સ્પેકટરને ફરજના સ્થળ ફાળવવામાં આવ્યા છે. જ્યારે ખંભાળિયા નાકા પોલીસ ચોકીના પીએસઆઈને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે.

જામનગરના પોલીસ તંત્રમાં બહારના જિલ્લામાંથી બદલી પામીને આવેલા છ પોલીસ સબ ઈન્સ્પેકટરની ગઈકાલે જામનગરના જિલ્લા પોલીસવડા પી.બી. સેજુળે ફરજના સ્થળ ફાળવ્યા છે.

અન્ય જિલ્લામાંથી બદલી પામી હાલમાં લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલા પીએસઆઈ એમ.આર. વાળાને સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નિમણૂક આપવામાં આવી છે. ઉપરાંત લીવ રિઝર્વમાંથી પીએસઆઈ જે.સી. ગોહિલ પણ સિટી-એ ડિવિઝનમાં નિયુક્તિ પામ્યા છે. તેમજ પીએસઆઈ આર.બી. ગોજિયાને સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની ખંભાળિયા નાકા પોલીસ ચોકીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

લીવ રિઝર્વમાંથી પીએસઆઈ એસ.એન. જાડેજાને સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, પીએસઆઈ કે.આર. સીસોદિયાને જિલ્લા પોલીસવડાના રીડર પીએસઆઈ તરીકે મૂકવામાં આવ્યા છે. ઉપરાંત બઢતી મેળવી પીએસઆઈ બનેલા મહિલા અધિકારી યુ.આર. ભટ્ટને એરપોર્ટ સિક્યોરિટીમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે હાલમાં ખંભાળિયા ગેઈટ પોલીસ ચોકીમાં પીએસઆઈની ફરજ બજાવતા એલ.આર. ગોહિલને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00