ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

જાંબુડાના પાટિયા પાસે બંધ ૫ડેલા ટેન્કર પાછળ માલવાહક જીપ ઘૂસી જતાં અકસ્માત

જામનગર તા.૧૧ ઃ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જાંબુડાના પાટિયા પાસે સોમવારની રાત્રે બંધ પડેલા ગેસના ટેન્કર પાછળ જીપ ઘૂસી જતાં ભાટિયાના એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે એક વ્યક્તિને ઈજા થઈ છે.

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં રહેતા હમીરભાઈ ખીમાભાઈ ચાવડા (ઉ.વ.૪૬), સવદાસભાઈ જગાભાઈ ગોજિયા વગેરે વ્યક્તિઓ સોમવારે સાંજે જીજે-૧૦-ટીવી ૫૯૦ નંબરની માલવાહક જીપમાં રાજકોટ તરફ જવા માટે નીકળ્યા હતા.

આ જીપ અંદાજે રાત્રે ત્રણેક વાગ્યે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જાંબુડા પાસે પહોંચી ત્યારે જીપના ચાલકે આગળ બંધ પડેલા ગેસના એક ટેન્કર પાછળ જીપ ઘૂસાડી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં હમીરભાઈને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે સવદાસભાઈના હાથમાં ઈજા પહોંચી હતી.

બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હમીરભાઈનું ટૂંકી સારવાર પછી મૃત્યુ નિપજ્યું છે. પોલીસે સવદાસભાઈ ગોજિયાની ફરિયાદ પરથી જીપના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00