દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાંથી બે વાહનની ઉઠાંતરીઃ આરામ કોલોનીમાંથી બાઈક ગયું

જામનગર તા.૮ ઃ જામનગરની જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાંથી આઠ મહિના પહેલા વારાફરતી બે વાહન ઉપડી ગયાની પોલીસે ફરિયાદ નોંધી છે. જ્યારે આરામ કોલોનીમાં એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી પણ મોટરસાયકલ હંકારી જવાયું છે.

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા અફઝલશા મસ્જીદ ચોકમાં રહેતા અફઝલ સતારભાઈ બશઈ નામના આસામીએ પોતાનુંં જીજે-૧૦-બીએફ ૪૨૪૨ નંબરનું એક્સેસ સ્કૂટર ગઈ તા.૨૯ જૂનની રાત્રે જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાં રાખ્યું હતું ત્યાંથી કોઈ શખ્સ તે વાહનને ઉઠાવી જતાં અફઝલભાઈએ ગઈકાલે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માં રહેતા અજય છોટાલાલ ફલિયાનું જીજે-૧૦-બીક્યુ ૪૯૯૮ નંબરનું એક્સેસ સ્કૂટર ગઈ તા.૬ જુલાઈની રાત્રે જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાંથી ઉપડી ગયું હતું તેની તેઓએ ગઈકાલે ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ખોડિયાર કોલોની સામે આવેલી આરામ કોલોનીમાં વસવાટ કરતા શૈલેષ ધનજીભાઈ ગોસરાણીએ જીજે-૧૦-એબી ૬૭૯૭ નંબરનું હીરો મોટરસાયકલ પોતાના રહેણાંક મયુર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખ્યું હતું ત્યાંથી ગઈ તા.૨૭ની બપોરે ઉપરોક્ત વાહન ઉપડી ગયું છે. તેઓએ સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00