જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

ઈઝી બિઝનેસમાં આંધ્ર અવ્વલઃ ગુજરાત પાંચમા ક્રમે

નવી દિલ્હી તા. ૧રઃ ઈઝી બિઝનેસમાં આંધ્રપ્રદેશ અવ્વલ રહ્યું છે,     અને આ વર્ષે ગુજરાત પાછળ ધકેલાઈ જતાં રૃપાણી સરકારને ઝટકો લાગ્યો છે.

ઈઝી બિઝનેસ માટે શ્રેષ્ઠ રાજયોની યાદી વર્લ્ડ બેંકના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશન દ્વારા જાહેર થઈ છે, તેમાં ગુજરાત પાંચમા ક્રમે ધકેલાયું છે. ગત્ વર્ષે ગુજરાત ત્રીજા ક્રમે હતું, જેથી રૃપાણી સરકાર માટે આ નોંધપાત્ર ઝટકો છે, કારણ કે કરોડોના ખર્ચે તાયફા કર્યા પછી "વાયબ્રન્ટ ગુજરાત" ના લક્ષ્યો સિદ્ધ કરી શકાયા નથી.

વર્લ્ડ બેંકની આ યાદીમાં ગુજરાત કરતા ઝારખંડ આગળ છે. પ્રથમ ક્રમે આંધ્રપ્રદેશ અને બીજા ક્રમે તેલંગણા છે. ત્રીજા ક્રમે હરિયાણા આવ્યું છે. ચોથા અને પાંચમા ક્રમે અનુક્રમે ઝારખંડ અને ગુજરાત છે તે પછી છત્તીસગઢ મધ્યપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન અને પ.બંગાળ આવે છે. ટોપ-૧૦ માં ભાજપના ૬ રાજ્યો જ રહ્યાં છે. વાયબ્રન્ટ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને ભાજપ એન.ડી.એ.માં આવરી શકાયો નથી.

આંધ્રપ્રદેશ અને તેલંગણા ગયા વર્ષે પણ પ્રથમ અને દ્વિતીય સ્થાને હતાં, અને આ સ્થાન જાળવી રાખ્યું છે, પરંતુ ગુજરાત ત્રીજા સ્થાનેથી પાંચમાં સ્થાને ધકેલાઈ જતા રૃપાણી સરકારની નબળાઈ સપાટી પર આવી ગઈ છે, એવું બની શકે કે, સરકારનું ધ્યાન શાસન કરતાંય વધુ રાજકીય ગતિવિધિઓમાં રહ્યું હોય. આ સ્થિતિ "વાયબ્રન્ટ ગુજરાત" નો અભિગમ આપનાર ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ ક્ષોભજનક ગણાય.

ગુજરાત વર્ષ-ર૦૧પ માં પ્રથમ ક્રમે રહ્યું હોય, તે પછી ગુજરાતની ક્રમશઃ પીછેહઠ થતાં રૃપાણી સરકારની ક્ષમતા અને કાર્ય પદ્ધતિ પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. આ પીછેહઠનો અર્થ એવો થાય કે રૃપાણી સરકારે વહીવટ સંભાળ્યા ૫છી ગુજરાતમાં બિઝનેસ કરવો ક્રમશઃ મુશ્કેલ બની રહ્યો છે.

આ યાદીમાં અરૃણાચલ પ્રદેશ, લક્ષદ્વીપ અને મેઘાલય છેલ્લે રહ્યાં છે, કારણ કે, આ રાજ્યોમાં ઈઝી બિઝનેસ માટે કોઈ નીતિ જ અમલમાં મૂકાઈ નથી. વર્લ્ડ બેંકના ડીઆઈપપી વિભાગના સેક્રેટરી રમેશ અભિષેકે જણાવ્યું કે, આ યાદી ઉદ્યોગોના મંતવ્યોના આધારે તૈયાર થાય છે. તેનો અર્થ એવો થાય કે વિદેશી મૂડી રોકાણ આકર્ષવા કે ઔદ્યોગિક વિકાસ માટે ગુજરાતમાં સરળતા ઓછી થતી જાય છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription