હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

દેવુભાના ચોક પાસે મંદિરમાંથી સીસીટીવી કેમેરાની ચોરીઃ વાહનોને ઉથલાવી નંખાયા

જામનગર તા.૮ ઃ જામનગરના દેવુભાના ચોક વિસ્તારમાં આવેલા અજામામાના મંદિરમાંથી ત્રણ શખ્સોએ સીસીટીવી કેમેરાની ચોરી કર્યાની અને જતા જતા કેટલાક વાહનોને લાતો મારી ઉથલાવી નાખ્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે.

જામનગરના દેવુભાના ચોક વિસ્તારમાં આવેલી સીદીપીરની શેરીમાં અજામામાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં મંગળવારની રાત્રે પ્રવેશેલા ત્રણ શખ્સોએ ત્યાં હાથફેરોનો પ્રયાસ કરી મંદિરમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા ચોરી લીધા હતા. ત્યાર પછી જતા જતા આ શખ્સોએ નજીકમાં પડેલા કેટલાક વાહનોમાં લાતો મારી તેને ઉથલાવી નાખ્યા હતા. આ બનાવની ગઈકાલે સવારે જાણ થતા દોડી આવેલા અજામામા મંદિર ટ્રસ્ટના હોદ્દેદાર નરેન્દ્રભાઈ લીલાધરભાઈ પરમારે પોલીસને જાણ કરી છે. દોડી આવેલા પીએસઆઈ એસ.કે. મહેતાએ રૃા.૧પ૦૦ની કિંમતના કેમેરા ચોરી જવા અંગે નરેન્દ્રભાઈની ફરિયાદ ૫રથી આઈપીસી ૩૭૯, ૪૨૭, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે. ફરિયાદમાં ગુલાબનગરમાં રહેતા રવિ ઉર્ફે કાલિયા ઉદય પરમાર તથા બે અજાણ્યા શખ્સોના શકદાર તરીકે નામ આપવામાં આવ્યા છે. પોલીસે શકદારોની શોધ આરંભી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00