દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

દ્વારકા જિલ્લા પંચાયતના આગામી બજેટમાં વિકાસ કામોને પ્રાધાન્ય

દ્વારકા તા. ૧૩ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની વાર્ષિક બજેટ બેઠક પ્રમુખ મિત્તલબેન ગોરીયાના અધ્યક્ષસ્થાને મળી હતી. તેમાં ૩૧૦ કરોડ ર૧ લાખના ખર્ચવાળુ અંદાજપત્ર રજૂ કરાયા પછી તેના ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

આ અંદાજપત્રમાં શિક્ષણ, આરોગ્ય, પશુપાલન, સમાજ કલ્યાણ, વિકાસ કાર્યો, સ્વચ્છ ભારત મિશન અભિયાન વગેરે માટે અલાયદી જોગવાઈ કરવામાં આવી છે.

જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકાની સને ર૦૧૮-૧૯ ના વર્ષની અંદાજીત ઉઘડતી સિલક રૃા. ૧ર૩ કરોડ ૭૮ લાખ અને વર્ષ દરમિયાન મળનાર સંભવિત આવક રૃા. ૩૧૧ કરોડ ૮૮ લાખ કુલ મળી રૃા. ૪૩પ કરોડ ૬૬ લાખની સામે રૃા. ૩૧૦ કરોડ ર૧ લાખનું ખર્ચ અંદાજેલ છે. વર્ષના અંતે રૃા. ૧રપ કરોડ ૪પ લાખની પુરાંતવાળું બજેટ રહેશે.

બજેટમાં શિક્ષણ, આરોગ્ય, પશુપાલન, સમાજ કલ્યાણ, પંચાયત ક્ષેત્રે વિકાસના કામો, સ્વચ્છ ભારત મિશન અભિયાન વિગેરે બાબતોની નાણાકીય જોગવાઈઓ કરેલ છે.

જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકાના ગ્રામ કક્ષાએ વિકાસના કામો માટે રૃા. ૧૧૦.૦૦ લાખ, જિલ્લા વિકાસ અધિકારી તથા પ્રમુખ દ્વારા સૂચવેલ કામો માટે રૃા. ૩૦.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. પદાધિકારી, અધિકારીઓને પ્રેરણા પ્રવાસ માટે રૃા. ૩.૦૦ લાખની જોગવાઈ, શિક્ષણ ક્ષેત્રે. પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ રીપેરીંગ માટે રૃા. પ૦.૦૦ લાખ તથા લાયબ્રેરીની સુવિધા માટે રૃા. પ.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. જાહેર આરોગ્ય ક્ષેત્રે કિડની સારવાર માટે રૃા. ૮.૦૦ લાખ તથા કેન્સરની ગંભીર માંદગીની સારવાર માટે રૃા. ૧ર.૦૦ લાખ. સમાજ કલ્યાણ ક્ષેત્રે જિલ્લાના અનુસૂચિત જાતિના વિસ્તારોમાં વિકાસના કામો માટે રૃા. ૩૦.૦૦ લાખની જોગવાઈઓ કરવામાં આવી છે.

બાંધકામ ક્ષેત્રે જિલ્લા પંચાયતના બિલ્ડીંગ જાળવણી, પ્રાથમિક સુવિધાઓ તથા રીપેરીંગ માટે રૃા. ૧૪૬.૭પ લાખની જોગવાઈ, જે પૈકી નવી બાબત તરીકે જિલ્લા પંચાયત કચેરીમાં સોલાર સિસ્ટમ માટે રૃા. ૧૦.૦૦ લાખ તથા જિલ્લા પંચાયતની નવી દુકાનો માટે રૃા. ૯૮.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતાં કર્મચારીઓની ચાલુ નોકરી દરમિયાન અવસાન પ્રસંગે તેઓના કુટુંબના દુઃખમાં સહભાગી થવા માટે મરણોત્તર સહાય માટે જોગવાઈ કરવામાં આવી છે તેમજ ગૌશાળામાં ગાયો માટે ઘાસચારો તથા પાણીના ટેન્કર માટે રૃપિયા પાંચ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00