નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

જામનગરમાં મિલકત વેરાની આકરણી માટે ટીમો દ્વારા ડોર-ટુ-ડોર સર્વે કરાશે

જામનગર તા. ૯ઃ જામનગર મહાનગરપાલિકાની હદમાં આવતી તમામ મિલકતના મિલકતધારકો-કરદાતાઓને  માહિતગાર કરવામાં આવે છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા ક્ષેત્રફળ આધારીત પ્રોપર્ટી ટેક્સની નવી આકારણી માટે હાઉસ-ટુ-હાઉસ સર્વે-માપણીની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જેમાં મહાનગરપાલિકાના સ્ટાફને તેમજ સાથે રહેલા જામનગર મહાનગરપાલિકા એસ.એમ. બોધરા એન્ડ કંપનીને સર્વે-માપણીની કામગીરી સોંપવામાં આવેલ છે. આ એજન્સીના સ્ટાફને પૂરતી અને સાચી માહિતી આપવા મિલકતધારકોને અપીલ કરવામાં આવે છે તેમજ સાથ અને સહકાર આપવા પણ જણાવાયું છે. સ્થળ ઉપર માપણી કરવા આવેલ સ્ટાફને માંગ્યા મુજબની સાચી વિગતો પૂરી પાડવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જેમાં મકાનમાલિક અને ભાડુઆતના જે સાચા નામ હોય તે મુજબ લખાવવા, મિલકતનું સરનામું અને બીલ પહોંચતું કરવાનું સરનામું અને સંપૂર્ણ અને પૂરા લખાવવા, મિલકતનો કેટલો ભાગ રહેણાંકમાં અને મિલકતો કેટલો ભાગ બિનરહેણાંકમાં આવે છે, તે બતાવી બન્નેની અલગ-અલગ માપણી કરાવવી જેથી રહેણાંકમાં આવતો ભાગ બિનરહેણાંકમાં ન આવે. મિલકતના ઉપયોગ શાના માટે કરવામાં આવે છે તેની વિગતો સાચી આપવી.

મિલકતના બાંધકામનું વર્ષ નક્કી કરવા સ્ટાફને શક્ય તેટલા પુરાવા પૂરા પાડી તેમાં સાચી વિગતો મળી રહે તે રીતે મદદરૃપ થવું, મિલકતનો વપરાશ મકાનમાલિક અને ભાડુઆત એમ બન્ને કરતા હોય તેવા કિસ્સાઓમાં બન્નેની માપણી અલગ-અલગ કરવાની થાય છે જેથી આવા કિસ્સાઓમાં પણ વપરાશકર્તાનું નામ, તેના દ્વારા વપરાશ થતો ક્ષેત્રફળ અને વપરાશનો હેતુ વિગેરેની માહિતી સાચી આપવી.

જો મકાનમાં નળ કનેક્શનો હોય તો તેટલા, બધા નવા કનેક્શનોની વિગતો આપવી અને શક્ય હોય તો નળ કનેક્શનોના બીલો અલગ પહોંચ બતાવવી. સર્વે નંબર, પ્લોટ નંબર વિગેરેની માહિતી પણ આધાર-પુરાવા સાથે સાચી બતાવવી.

કરદાતાઓએ ઉપરોક્ત માહિતી સાચી આપવાથી અને શક્ય હોય ત્યાં પુરાવા રજૂ કર્યાથી તેઓની નવી આકારણીમાં વિવાદ ઊભા થવાની કે અસંતોષ થવાની શક્યતાઓ રહેશે નહિં. આમ, ઉપરોક્ત વિગતો ધ્યાને લઈ સાચી માહિતી આપવા સમગ્ર જામનગર શહેરના મિલકતધારકો-કરદાતાઓને જામનગર મહાનગરપલિકાના કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00