વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટને લાગ્યુ ગ્રહણઃ જાપાને બુલેટ ટ્રેન માટેનું ફંડિંગ અટકાવ્યું / ચીનની ર૦૦ અબજની પ્રોડક્ટ ઉપર અમેરિકાએ ટેરિફ  ઝીંક્યો / ભારતીય સેનાની વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકથી ફફડી ઉઠયું પાકિસ્તાન /

ઉચાપતના કેસમાં મહિલા પૂર્વ સરપંચના આગોતરા જામીન મંજુર

જામનગર તા. ૧૩ઃ જામનગર તાલુકાના રામપર ગામના સરપંચ પદે વર્ષ ર૦૧ર માં હીરીબેન નારણભાઈ શિયાર ચૂંટાયા હતાં. તેઓએ વર્ષ ર૦૧૭ સુધીમાં ૧૯ જેટલા વિકાસકાર્યો કર્યા હતાં. તે પછી વર્ષ ર૦૧૭ માં તેઓના પતિ નારણભાઈ રવાભાઈ સરપંચ પદે ચૂંટાયા છે. તે દરમિયાન હરીફ જુથે સરપંચ સામે ગેરરીતિના આક્ષેપ કરી અરજી આપી હતી. જેની સમિતિ દ્વારા તપાસ યોજવામાં આવતા ૩૭ કામો પૈકીના અમુક કામમાં નબળું કામ અને ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યું હતું. રિપોર્ટના આધારે ટીડીઓએ હીરીબેન તથા નારણભાઈ સામે રૃપિયા ૩ર લાખ ૭૭ હજાર ૩૭૭ ની રકમની ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નારણભાઈની ધરપકડ કરી હતી જ્યારે હીરીબેનએ આગોતરા જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે તેઓને આગોતરા જામીન આપવાનો આદેશ કર્યો છે. આરોપી તરફથી વકીલ વી.એચ. કનારા, નિકુંજ કનારા, શ્રદ્ધા કનારા રોકાયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00