ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

ખોટના ખાડામાં ચાલતી સિટીબસ સેવા અંગે ફરી સખળ ડખળઃ સંચાલકોએ વધુ પ્રિમિયમ માંગ્યું

જામનગર તા. ૯ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા ચલાવાતી નગરબસ સેવા (સિટીબસ) ખોટના ખાડામાં ચાલતી હોવાથી સંચાલકોએ વધારે પ્રિમિયમની માંગ કરી છે. તો શાસકે હાલ વધારે ખર્ચ બહન કરવાના મૂડમાં નથી ત્યારે આવતા દિવસોમાં આ સિટીબસ સેવા ચાલુ રહેશે કે કેમ તે અંગે સવાલો ઊભા થાય છે. જામનગરમાં છકડોરિક્ષાઓના કારણે બસ સેવાનો પૂરતો ઉપયોગ કરવામાં આવતો નહીં હોવાથી આ સમસ્યા ઊભી થવા પામી છે.

જામનગરમાં માજી સૈનિક મંડળી દ્વારા વર્ષો સુધી સિટી બસ સેવા ચલાવવામાં આવી. શરૃઆતમાં નફો મળતો હતો, પરંતુ એ પછી ખોટનો ભાર સહન કરવો પડતો હતો. આ ઉપરાંત અન્ય પણ અનેક કારણોના પરિણામે આ મંડળીએ બસ સેવા બંધ કરી દીધી હતી. આ પછી કેટલોક સમય આ સેવા સદંતર બંધ રહ્યા પછી મહાનગરપાલિકાએ દસ નંગ બસની ખરીદી કરી હતી અને ખાનગી પાર્ટીને તેનું સંચાલન સુપ્રત કર્યું હતું.

હાલ આ પાર્ટી (પેઢી) સિટીબસ સેવા ચલાવી રહી છે, પરંતુ આ સેવા ખોટના ખાડામાં ચાલતી હોવાથી મહાનગરપાલિકા દ્વારા સહાયના હેતુથી પ્રતિમાસ સવાબે લાખની રકમ પણ ચૂકવવામાં આવે છે.

આમ છતાં આ સિટીબસ સેવા ચલાવતી ખાનગી પાર્ટી હજુ પણ ખોટ વહન કરતી હોવાથી તેમણે મહાનગરપાલિકા પાસેથી વધુ પ્રિમિયમની રકમની માંગણી કરી છે, જો કે મળતી માહિતી મુજબ મહાનગરપાલિકા હવે વધારાનો ખર્ચ કરવાના મૂડમાં નથી તો ખોટમાં રાહત નહીં મળે. ખાનગી પેઢી પણ આ સેવા કદાચ બંધ કરી શકે છે. જો આમ થયું તો વધુ એક વખત લોકોને હાલ અપૂરતી મળતી સુવિધા ફરી વખત બંધ થશે.

જામનગરમાં સિટીબસ સેવાને કોઈની નજર લાગી હોય તેમ કેટલાક વર્ષોથી ખોડગાતી ચાલી રહી છે. આ માટે ડીઝલમાં થતો ભાવ વધારો સહિતના કારણો ઉપરાંત સૌથી મોટું કારણ 'છકડોરિક્ષા' છે. જ્યાં સુધી શહેમાં છકડોરિક્ષા ચાલે છે અને તેની જે ભાવમાં અને ગમે ત્યારે સુવિધા મળે છે. (હાથ ઊંચો કરો અને છકડામાં બેસો) તે જોતા સિટી બસ ચાલે તેમ દેખાતી નથી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00