નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

સુનંદા પુષ્કરની હત્યા થઈ છેઃ પોલીસ રિપોર્ટ

નવી દિલ્હી તા. ૧૩ઃ દિલ્હી પોલીસના એક રિપોર્ટમાં સુનંદા પુષ્કરની હત્યા થઈ હોવાની આશંકા દર્શાવાઈ હોવાનું જાણવા મળે છે.

સુનંદા પુષ્કરના મોત મામલે દિલ્હી પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસના ગુપ્ત રિપોર્ટ પ્રમાણે સુનંદાએ આત્મહત્યા નથી કરી, તેની હત્યા કરવામાં આવી છે. આ મામલે તપાસ કરી રહેલા એસડીએમ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીએ એક રિપોર્ટ તૈયાર કર્યો છે. ડીસીપી બી.એસ. જયસ્વાલે પોતાના રિપોર્ટમાં કહ્યું કે ઘટના સ્થળની તપાસ પછી આ આત્મહત્યાનો મામલો નથી. જેથી પોલીસ સુનંદાના મોતની તપાસ આત્મહત્યા નહીં પણ હત્યા કરી હોવાની શંકા સાથે કરશે.

પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ સુનંદાની હત્યા કરવામાં આવી છે. સુનંદાની હત્યા કરવા માટે તેને ઝેર આપવામાં આવ્યું. તેના શરીર ઉપર મારપીટના નિશાન પણ જોવા મળ્યા છે. મારપીટ મામલે નારાયણસિહે આપેલા નિવેદન પછી પોલીસ આ મામલે તપાસ તેજ કરવાની તૈયારી કરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ૧૭ જાન્યુઆરી ર૦૧૪ ના સુનંદાનો મૃતદેહ લીલા પેલેસ હોટેલના રૃમ નંબર ૩૪પ માંથી મળી આવ્યો હતો. જે પછી આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00