નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાતમાં પ૬૪૬૪ આવાસોનું નિર્માણ કરાયું

નવી દિલ્હી તા. ૯ઃ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત કેન્દ્ર સરકારે ગુજરાતમાં ૫૬,૪૬૪ આવાસોનું નિર્માણ કર્યું છે અને વધુ ૮૫,૭૯૭ આવાસો નિર્માણ હેઠળ છે. કેન્દ્ર સરકારે ગુજરાતને સ્લમ ફ્રી બનાવવા માટે રૂ.૧૪૫૫.૭૫ કરોડની મદદ આપી છે. કેન્દ્ર સરકારે કુલ રૂ.૨૭૦૦.૫૯ કરોડ મંજૂર કર્યા હતા તેમાંથી રાજ્યને રૂ.૧,૪૫૫.૭૫ કરોડ ચૂકવી દીધા છે. કેન્દ્ર સરકારે પ્રધાન મંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ ૧૮૨૨૭૬ આવાસોની મંજૂરી આપી હતી, તેમાંથી ૧,૪૨,૪૪૩ આવાસો માટેનું ભૂમિપૂજન થઈ ગયું. રાજ્યમાં નિર્માણ પામેલા કુલ ૫૬,૪૬૪ આવાસોમાંથી ૪૫,૬૫૬ આવાસો લાભાર્થીઓને સોંપી દેવામાં આવ્યા છે.

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી હરદીપ સિંઘ પુરીએ આ માહિતી ફેબ્રુઆરી ૮, ૨૦૧૮ના રોજ રાજ્યસભામાં સાંસદ શ્રી પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં ઉપલબ્ધ બનાવી હતી.

રાષ્ટ્રીય સલાહકાર કાઉન્સીલ (એન.એ.સી.) એ ભારતનાં શહેરોને સ્લમ ફ્રી બનાવવા પર ભાર મૂક્યો હતો અને કાઉન્સીલના તમામ સૂચનોને રાજીવ આવાસ યોજના (આર.એ.વાય.)માં સમાવી લેવામાં આવ્યા હતા. હાલમાં તેમાં ચાલતા તમામ પ્રોજેક્ટોને યોગ્યતા ધરાવતા તમામ શહેરી ગરીબોને આવાસ પૂરા પાડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) નામના નવા મિશનમાં સમાવી લેવામાં આવ્યા છે. તેમાં ઝૂંપડપટ્ટીની જગ્યાનો ઉપયોગ કરીને ઝૂંપડાવાસીઓને તે જ જગ્યાએ વસાવવા માટેની જોગવાઈ પણ કરવામાં આવી છે.

શ્રી નથવાણી દેશમાં ઝૂંપડપટ્ટી પુનર્વસનની પ્રક્રિયામાં થયેલી પ્રગતિ અને દેશમાં શહેરી વિસ્તારને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા માટે સરકારે નક્કી કરેલી સમયમર્યાદા અંગે જાણવા માંગતા હતા.

આ યોજનાની ઝારખંડ રાજ્યમાં પ્રગતિ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ઝારખંડમાં ૨૭,૩૧૦ આવાસોનું નિર્માણ કર્યું છે અને વધુ ૪૮,૪૮૩ આવાસો નિર્માણ હેઠળ છે. કેન્દ્ર સરકારે ઝારખંડને સ્લમ ફ્રી બનાવવા માટે રૂ.૪૯૭.૩૪ કરોડની મદદ આપી છે.કેન્દ્ર સરકારે કુલ રૂ.૨૨૯૦.૬૨ કરોડ મંજૂરી કર્યા હતા તેમાંથી રાજ્યને રૂ.૪૯૭.૩૪ કરોડ આપી દીધા છે. કેન્દ્ર સરકારે પી.એમ.એ.વાય. (યુ) હેઠળ કુલ ૧૧,૫૪,૭૫૯ આવાસોની મંજૂરી આપી હતી, તેમાંથી ૭૫,૭૯૩ આવાસો માટેનું ભૂમિપૂજન થઈ ગયું. રાજ્યમાં નિર્માણ પામેલા કુલ ૨૭,૩૧૦ આવાસોમાંથી ૨૫,૯૨૨ આવાસો લાભાર્થીઓને સોંપી દેવામાં આવ્યા છે.

મંત્રીશ્રી એમ પણ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ આવાસોના બાંધકામ અને તેની ફાળવણીની જવાબદારી રાજ્ય સરકાર/કેન્દ્ર શાસિત પ્રદેશો અને શહેરી સ્થાનિક સંસ્થાઓની છે. મિશનની અવધિ ૨૦૨૨ સુધીની છે. રાજ્ય સરકારોએ ઝૂંપડાવાસીઓ માટે આવાસ બનાવવા માટેનો ડી.પી.આર. તૈયાર કરીને કેન્દ્ર સરકારને સોંપવાનો હોય છે અને તેમાં જણાવેલી સમય અવધિમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો હોય છે, એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00