નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

સાઉથ કોરિયાના પ્યોંગચાંગમાં શિયાળુ ઓલિમ્પિકનો પ્રારંભ

પ્યોંગચાંગ તા. ૮ઃ વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા રમતોત્સવ-શિયાળુ ઓલિમ્પિકનો પ્રારંભ આજથી સાઉથ કોરિયાના પ્યોંગચાંગમાં થશે. તા. રપ મી ફેબ્રુઆરી સુધી ચાલનારા શિયાળુ ઓલિમ્પિક રમતોત્સવમાં વિશ્વના ૯ર દેશોના ર૯પર જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. બરદના મેદાન પર રમાતી રમતોના મહાકુંભ એટલે કે શિયાળુ ઓલિમ્પિકમાં મોટાભાગે શીત કટિબંધના દેશો ભાગ લ્યે છે. ભારતે આ ઓલિમ્પિકમાં બે સ્પર્ધકોને ઉતાર્યા છે.

સાઉથ કોરિયાના પ્યોંગચાંગ ઓલિમ્પિક સ્ટેડિયમમાં ભારતીય સમય પ્રમાણે સાંજે ૪.૩૦ થી શિયાળુ ઓલિમ્પિકનો પ્રારંભ થશે. આ ઓલિમ્પિકમાં કુલ ૧પ રમતો અંતર્ગત ૧૦ર સ્પર્ધાઓ યોજાશે. આ શિયાળુ ઓલિમ્પિકમાં બિગ એર સ્નોબોર્ડિંગ, માસ સ્ટાર્ટ સ્પીડ સ્કેટીંગ, મિક્સ ડબલ્સ કુલીંગ તેમજ મિક્સ ટીમ આલ્પાઈન સ્કીઈંગ ઈવેન્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચેની તંગદિલીને કારણે દુનિયાના ઘણાં ખેલાડીઓ અને ઓફિસિઅલ્સે અગાઉ સલામતીના કારણોસર આ ઓલિમ્પિકમાં ન જોડાવાનો નિર્ણય લીધો હતો, જો કે નોર્થ કોરિયા અને સાઉથ કોરિયાએ ઓલિમ્પિકના સફળ આયોજન માટે હાથ મિલાવ્યા હતાં અને તેઓ સમારંભમાં એકસાથે માર્ચાપાસ્ટમાં ભાગ લેશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00