ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

રાજ્યસભા બપોર સુધી અને લોકસભા પાંચમી માર્ચ સુધી સ્થગિત

નવી દિલ્હી તા. ૯ઃ આજે બજેટ સત્રનો પ્રથમ તબક્કો પૂરો થઈ રહ્યો છે, ત્યારે વિવિધ મુદ્દે રાજ્યસભા અને લોકસભામાં હોબાળો થયો છે, જેથી લોકસભાને તા. પાંચમી માર્ચ સુધી અને રાજ્યસભાને બપોર સુધી સ્થગિત કરવામાં આવી છે.

આજે સંસદના બજેટ સત્રના પ્રથમ તબક્કાનો છેલ્લો દિવસ છે ત્યારે સરકારને ઘેરવા માટે વિપક્ષે બન્ને ગૃહોમાં વિવિધ મુદ્દા ઊઠાવતા હોબાળો થઈ રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ સોદા પર સરકારને છોડવાના મૂડમાં નથી. સંસદની અંદર અને બહાર નરેન્દ્ર મોદી સરકાર પર આ સોદામાં કૌભાંડનો આરોપ લગાવનારા રાહુલ ગાંધીએ આ મામલે લોકસભામાં બોલવા માટે સ્પીકર સુમિત્રા મહાજનને લેખિત નોટીસ આપી હતી.

ઉલ્લેખનિય છે કે બજેટ સત્રનો પહેલો તબક્કો આજે ખતમ થઈ રહ્યો છે અને બીજો તબક્કો પાંચ માર્ચથી શરૃ થશે. રાહુલે નિયમ ૩પ૭ હેઠળ નોટીસ આપતા આ મામલે બોલવા દેવા માટે સ્પીકરની પરવાનગી માગી હતી.

ગઈકાલે સંસદની કાર્યવાહી સ્થગિત થયા પછી રાહુલે કહ્યું હતું કે નિયમ છે કે જ્યારે સભ્ય કોઈ મુદ્દો ઊઠાવે છે તો તેને બોલવાની તક મળવી જોઈએ. જ્યારે મેં સંસદમાં આ અંગે બોલવા માગ્યું તો સદનની કાર્યવાહી જ સ્થગિત કરી દેવામાં આવી હતી. રાહુલે કહ્યું કે પીએમને ભ્રષ્ટાચારને ખતમ કરવા મત આપ્યો હતો, પરંતુ રાફેલ સોદા અંગે મોદી કશું જ બોલી રહ્યા નથી. લોકસભામાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે નિયમ ૩પ૭ હેઠળ રાહુલને બોલવાની તક મળવી જોઈએ.

બીજી બાજુ રાહુલના આરોપ પછી સરકાર પણ આક્રમક બની ગઈ છે. ગઈકાલે સંસદમાં નાણામંત્રી અરૃણ જેટલીએ રાહુલ ગાંધીને આડેહાથ લેતા કહ્યું કે આ પ્રકારના આરોપ લગાવીને તેઓ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સાથે ગંભીર સમજુતિ કરી રહ્યા છે. જેટલીએ રાહુલને પૂર્વ રક્ષા મંત્રી પ્રણવ મુખરજી પાસેથી શીખ મેળવવાની સલાહ પણ આપી હતી. જેટલીએ કહ્યું કે મારો આરોપ છે કે રાહુલ ગાંધી ભારતની સુરક્ષા સાથે ગંભીર સમજુતિ કરી રહ્યા છે. બજેટ પર ચર્ચાનો જવાબ આપતા જેટલીએ કહ્યું કે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ લાગતા જ રહેતા હતાં તેવામાં હવે તે એનડીએ સરકારમાં ભ્રષ્ટાચાર શોધવાનો પ્રયાસ કરી રહી છે. તેમને કંઈ નથી મળતું તો તેઓ રાફેલનો મુદ્દો ઊઠાવે છે.

આ અંગે કોંગ્રેસ સાંસદ શશિ થરૃર દ્વારા સવાલ ઊઠાવવા પર જેટલીએ કહ્યું કે તમારા પક્ષના અધ્યક્ષે આવા આરોપ રાષ્ટ્રીય સુરક્ષાની કિંમત પર મઢ્યા છે. રાફેલ ડીલની જાણકારી રાષ્ટ્રહિતમાં જાહેર કરી શકાય નહીં કેમ કે આવું કરવાથી દુશ્મનને એ હથિયારની માહિતી મળી જશે અને હથિયાર પ્રણાલીની ક્ષમતા જાહેર થઈ જશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00