નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

જામનગર-જમ્મુતાવી (કટરા) આજે એક કલાક મોડી રવાના થઈ

જામનગર તા. ૧૩ઃ સ્વચ્છતા અને સમય પાલન માટેના દાવા ઠપકારતા પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના દાવાની પોલ ખોલતા બનાવ આજે જોવા મળ્યા હતાં. આજે વહેલી સવારે રવાના થયેલી ટ્રેન એક કલાક મોડી હતી અને તેમાં ડબ્બામાં રહેલા ડસ્ટબીન પણ ખાલી કરવામાં આવ્યા ન હોવાથી કચરાથી ભરેલા જોવા મળ્યા હતાં.

પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ગાડીઓમાં સમય પાલન અને સ્ટેશન તથા ગાડીઓમાં સ્વચ્છતા માટે દાવાઓ કરવામાં આવે છે, પરંતુ હકીત કાંઈક અલગ જ હોય તેમ દેખાય છે. દરરોજ અનેક ટ્રેનો મોડી આવે છે અને મોડી રવાના થાય છે.

આજે સવારે જામનગર-જમ્મુ તાવી (કટરા) એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારીત સમય કતા એક કલાક મોડી રવાના થઈ હતી. આ માટે કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. પરિણામે વહેલી સવારે મુસાફરોને એકાદ કલાક માટે ઠંડીનો માર સહન કરવો પડ્યો હતો.

આ પછી ટ્રેનના ડબ્બામાં રાખવામાં આવેલા ડસ્ટબીન પણ કચરાથી ખદબદતા જોવા મળ્યા હતાં. એટલે કે ગાડીની સફાઈ કરવામાં આવી ન હોવાનું સ્પષ્ટ જણાતું હતું.

ગાડી મોડી આવે તો સ્વભાવિક છે કે મેન્ટનન્સ માટે કામગીરી કરવાની થતી હોવાથી ટ્રેન મોડી રવાના થાય, પરંતુ જમ્મુ (કટરા-માતા વૈશ્નવદેવી) થી આ ટ્રેન ગત્ રાત્રે સાડાનવેક વાગ્યે જ જામનગર રેલવે સ્ટેશન આવી પહોંચી હતી, જો કે રેલવે બાબુઓ દ્વારા સફાઈ અને ટ્રેનના મોડા પડવા અંગેના કારણો ગળે ઉતરે તેવા જાહેર કર્યા નહતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00