કુમાર સ્વામી બન્યા કર્ણાટકના મુખ્યમંત્રીઃ વજુભાઈ વાળાએ અપાવ્યા સપથ / અમદાવાદ પાસે એસ.ટી. આયશર વચ્ચે અકસ્માતઃ એકનું મૃત્યુઃ ૪૦ ઈજાગ્રસ્ત / જમ્મુ સરહદે નવમા દિવસે પણ પાકિસ્તાનનું ફાયરિંગઃ ૭ વ્યક્તિના મૃત્યુઃ હજારો લોકો બન્યા બેઘર /

ઓવર નાઈટ ઈન્ટરસિટી ટ્રેન રપ૦ કિલોમીટરની ઝડપે દોડશે

નવી દિલ્હી તા. ૧૩ઃ ઓવરનાઈટ ઈન્ટરસિટી સફરને વધુ ઝડપી બનાવવા માટે સરકાર વિચારી રહી છે. ચાલુ વર્ષે એપ્રિલ માસમાં હાઈસ્પિડ કોરિડોર્સની ઘોષણા થશે જેમાં પર ટ્રેન ર૦૦ થી રપ૦ કિ.મી. પ્રતિકલાકની ઝડપે દોડશે.

રેલવે મંત્રી પિયુષ ગોયલે હાઈસ્પીડ કોરિડોર્સની ઓળખાણ કરવા અને નિર્માણ ખર્ચ ઘટાડવાની જવાબદારી રેલવે બોર્ડને સોંપી છે. એપ્રિલ ર૦૧૮ માં રેલવે મંત્રી ૧૦ હજાર કિલોમીટરના આવા હાઈસ્પીડ કોરિડોરની ઘોષણા કરી શકે છે, જેના પર ટ્રેન ર૦૦ થી રપ૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડશે. હાઈ સ્પીડ કોરિડોરના નિર્માણ પર થતા ખર્ચને ઘટાડવા પર રેલવે કામ કરી રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે હાઈ સ્પીડ કોરિડોર બનાવવા માટે પ્રતિ કિલોમીટર ૧૦૦ કરોડ રૃપિયાનો ખર્ચો થતો હોય છે. આ ખર્ચો ઘટાડીને અડધો કરી શકાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આના માટેની અનેક યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. જેમાં રાષ્ટ્રીય રાજ્યમાર્ગો પર બે ટ્રેક કોરિડોર અથવા રેલવેની જમીન પર ટ્રેક પાથરવામાં આવશે. આનાથી ભૂમિ-અધિગ્રહણની કિંમતોમાં ઘટાડો થશે.

કોઈપણ પ્રોજેક્ટ માટે સૌથી વધુ ખર્ચો જમીન-હસ્તાંતરણ પર થતો હય છે. ટ્રેન એયરલાઈન્સના વિકલ્પના રૃપે સામે આવી શકે તે માટે રેલવે નાના રૃટ્સ માટે પણ કોરિડોરના નિર્માણ પર વિચાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાલ ઈન્ટરસિટી ટ્રેન મુંબઈ અને પૂણે વચ્ચેના રૃટ પર ૩ કલાકનો સમય લે છે. જો આ સમયને ૧ થી ર કલાક કરવામાં સફળ થઈએ તો પ્રવાસીઓ ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરી શકે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00