દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

ભાવનગરના રંધોળા પાસે ગમખ્વાર અકસ્માતઃ ૩૧ થી વધુ જાનૈયાના મૃત્યુ

ભાવનગર તા. ૬ઃ ભાવનગરના રંધોળા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કોળી પરિવારના ૩૧ થી વધુ જાનૈયાના મૃત્યુ થયા છે. બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતા બનેલી ગમખ્વાર ઘટનાથી અરેરાટી ફેલાઈ ગઈ છે. અન્ય ઘાયલ થયેલા જાનૈયાઓને હોસ્પિટલમાં ખસેડાયા છે. બીજી તરફ આ ઘટનાથી વરરાજાને અજાણ રાખીને લગ્નવિધિ સંપન્ન કરવી પડી છે. સરકારે મૃતકોના પરિવારો માટે ચાર-ચાર લાખની સહાયની જાહેરાત કરી છે. આ ઘટના અંગે મુખ્યમંત્રી અને વડાપ્રધાન સહિતના નેતાઓએ સંવેદના વ્યક્ત કરી છે.

ભાવનગર-રાજકોટ હાઈ-વે ઉપર રંધોળા નજીક આજે સવારે સાડાસાતના સુમારે જાન લઈને ભાવનગરના અનીડાના પ્રવિણભાઈ કોળી તેમના પુત્ર વિજયની જાન લઈને ટાટમ ગામ જઈ રહ્યા હતાં ત્યારે જાનૈયાનો ટ્રક ઉંધો પડી નાળામાં ખાબકતા ૩૧ થી વધુ લોકોના મોતની આશંકા છે અને મૃત્યુઆંક હજુ વધે તેવી સંભાવના હોવાનું જાણવા મળે છે. રંઘોળા પાસેના અનીડા ગામનો કોળી પરિવાર ટ્રકમાં લગ્નમાં જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાતા ભારે દેકારો મચી જવા પામ્યો છે. બનાવની જાણ થતા જ ભાવનગર, સિહોર, ઉમરાળાથી ફાયરબ્રિગેડનો કાફલો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. આ ઘટનામાં વરરાજાના માતા-પિતાના મૃત્યુ થયા છે. જ્યારે આ ઘટનાથી વરરાજાને અજાણ રાખીને લગ્નવિધિ સંપન્ન કરાવાઈ હોવાનું પણ સૂત્રો જણાવે છે.

આ ગોઝારા અકસ્માતની જાણ થતાં જ ભાવનગર, સિહોર, બોટાદની ૧૦૮ અને ફાયરબ્રિગેડનો સ્ટાફ ક્રેઈન સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો અને બચાવ કામગીરી શરૃ કરાઈ છે. અકસ્માતનો ભોગ બનનાર કોળી પરિવાર રંધોળા નજીકના અનીડા ગામનો હોવાનું જાણવા મળેલ છે. હાઈ-વે પરથી પસાર થતી વખતે ટ્રક પુલ પરથી નીચે ખાબક્યો હતો જેના કારણે આ ગોઝારી ઘટના બની છે. આ અકસ્માત સવારે ૭.૩૦ વાગ્યાની આસપાસ રઘોળા ગામ પાસે બન્યો હતો. ૧૦૮ ની સાથે ફાયરબ્રિગેડની પણ બચાવ કામગીરીમાં મદદ લેવાઈ છે. મુખ્યમંત્રી કાર્યાલયે જરૃરિયાતમંદોને મદદ માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવાનો આદેશ આપ્યો છે. અકસ્માત સર્જાયો ત્યારે આ ટ્રકમાં ૬૦ જેટલા લોકો સવાર હતાં.

આ બનાવની જાણ થતાં મુખ્યમંત્રીએ અધિકારીઓને ઘાયલો તથા જરૃરિયાતમંદોને તાત્કાલિક બનેલી ઘટના પછી સંપૂર્ણ મદદ કરવા માટેનો આદેશ આપી દીધો છે. ઘટના પછી ટ્રક નીચે ફસાયેલા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. મુખ્યમંત્રીની સાથે ધારાસભ્ય અને ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ બનાવ અંગે દુઃખ વ્યક્ત કરીને જરૃરિયાત ધરાવતા લોકોને યુદ્ધના ધોરણે મદદ કરવામાં આવી રહી હોવાની વાત કરી છે. સરકારે મૃતકના પરિવારોને સીએમ ફંડમાંથી ખાસ હિસ્સા તરીકે ચાર-ચાર લાખની સહાયની જાહેરાત કરી છે.

રંધોળા પાસે બનેલી ઘટના અંગે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ભારે દુઃખની લાગણી વ્યક્ત કરીને સરકારને સલાહ પણ આપી છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, સરકારે રાજ્યમાં વધતી વસતિની સાથે એસટી બસોની સંખ્યામાં પણ વધારો કરવો જોઈએ. શક્તિસિંહે કહ્યું કે, બસોની સંખ્યા ઓછી હોવાથી ગરીબ પરિવારોએ માલવાહક સાધનોનો ઉપયોગ મુસાફરી માટે કરવો પડી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસના સમયમાં મુસાફરોને સસ્તા ભાડામાં મુસાફરીનો લાભ મળતો હતો તેવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. બનાવના સ્થળ પર રસ્તાનું સમારાકમ ચાલી રહ્યું હોવાની વાત પણ સામે આવી રહી છે. તો પ્રાથમિક અહેવાલ પ્રમાણે ડ્રાઈવરની બેરદકારી છતી થઈ રહી છે.

આ ગોઝારા અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા જાનૈયાઓને ૧૦૮ ઈમરજન્સી દ્વારા ભાવનગર હોસ્પિટલ ખસેડાયેલ છે.

આ અકસ્માતના મૃતકોમાં શોભાબેન વાઘેલા-સિહોર, પ્રભાબેન વાઘેલા (વરરાજાના માતા)-અનિડા, પ્રવિણભાઈ વાઘેલા (વરરાજાના પિતા)-અનિડા, જશુબેન (વરરાજાના બહેન)-અનિડા, હિરાબેન વાઘેલા-અનિડા, જાણીબેન વાઘેલા (વરરાજાના દાદી)-અનિડા, કિશન વાઘેલા-અનિડા, વિક્રમ વાઘેલા-અનિડા, શાંતિભાઈ વાઘેલા-અનિડા, હર્ષદભાઈ ડાભી-અનિડા, કોમલબેન મકવાણા-ઘોઘા, દિનેશભાઈ પરમાર-રાજુલા, સુરેશભાઈ ડાભી-અનિડા, જીતેન્દ્ર પરમાર-ઘોઘા, મુરાભાઈ મકવાણા-અનિડા, પુનાભાઈ પરમાર-અનિડા, ધીરૃભાઈ પરમાર-અનિડા, અસ્મિતાબેન વાઘેલા-અનિડા સહિતના ૩૧ જેટલા કમનસીબ લોકોનો સમાવેશ થાય છે.

વિધિના લખ્યા લેખ લલાટેઃ માતા-પિતા ગુમાવનાર વરરાજાને અજાણ રાખીને લગ્નવિધિ સંપન્ન કરાઈ

જાન લઈને દીકરાને પરણવા લઈને નીકળેલા પરિવારને રસ્તામાં જ અકસ્માત થયો હતો. ટ્રકમાં જઈ રહેલા ૬૦ જાનૈયાઓમાંથી ૩૧ જાનૈયાઓના મોત થયા હતાં. ભાવનગરથી રાજકોટ હાઈ-વે પર રંધોળા નજીક બન્યો હતો આ બનાવ. પરંતુ વિધિના લેખ કેવા કે, જે અકસ્માતમાં વરરાજાએ પોતાના માતા-પિતા ગુમાવ્યા, તેને જ આ સમગ્ર ઘટનાથી અજાણ રખાયા છે. પોતાની જાનમાં આવેલા જાનૈયાઓ મૃત્યુ પામ્યા છે, તેવું તેનાથી બેખબર છે અને હાલ તેની લગ્નવિધિની રસમ શરૃ કરાઈ હતી. ભારતમાં લોકો એવું માને છે કે, સારા પ્રસંગમાં કોઈ બાધા આવે તો પણ તે અટકવું ન જોઈએ. સારા પ્રસંગોમાં કોઈનું મોત થાય કે, કંઈ અમંગળ બને તો પણ લોકો પ્રસંગ થવા દે છે અને પ્રસંગમાં દુઃખદ સમાચારની વાત કરવાનું પણ ટાળે છે. તેથી રંધોળા અકસ્માતમાં પણ લોકોએ આ પ્રથાને માન આપ્યું હતું અને વરરાજાની લગ્નવિધિ શરૃ કરી હતી. જે યુવકના આજે લગ્ન છે, તેના જ માતા-પિતા મૃત્યુ પામ્યા છે અને કોઈ અકસ્માત થયો છે તેની જાણ તેને કરાઈ નથી. બોટાદના ટાટમ ગામે વરરાજા પહોંચી ગયા હતાં અને લગ્નવિધિ પણ શરૃ કરી દેવાઈ હતી. જે ટ્રકને અકસ્માત નડ્યો, તે ટ્રકની આગળ જ વરરાજાની ગાડી હતી. જે સમયસર લગ્નસ્થળે પહોંચી ગઈ હતી. તેથી વરરાજા સલામત રીતે પહોંચી ગયો હતો, પરંતુ આ પ્રસંગ સારી રીતે પાર પડે તેવા પ્રયાસો લગ્નસ્થળ પર હાજર તમામ લોકોએ કર્યા હતાં. ટાટમ કોળી પરિવારની બે દીકરીઓના લગ્ન થયા હતાં, જેમાં એક જાન બોટાદના શિયાનગરથી અને બીજી જાન પાલિતાણાના અનિડા ગામેથી આવી હતી. ટાટમ ગામે બન્ને વરરાજાના કન્યા પક્ષ દ્વારા પોખણા કરવામાં આવ્યા હતાં. લગ્નનો માહોલ પણ ગમગીન જોવા મળી રહ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00