નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

દ્વારકા જિલ્લામાં ત્રણ શિક્ષકોની કૃતિ રાજ્યકક્ષાના ઈનોવેશન ફેરમાં પસંદગી

ખંભાળીયા તા. ૧૩ઃ તાજેતરમાં ખંભાળીયા તાલુકાની નવચેતન સાયન્સ સ્કૂલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષકોનો ઈનોવેશન ફેર યોજાયો હતો. જેમાં શાળા કક્ષાએ શિક્ષકો દ્વારા થતા વિશિષ્ટ કાર્યો પદ્ધતિનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. જુદા-જુદા પ૬ શિક્ષકોની કૃતિઓમાંથી મૂલ્યાંકન પછી ત્રણ કૃતિઓ રાજ્યકક્ષાના ઈનોવેશન ફેર માટે પસંદ કરવામાં આવી છે.

જેમાં મોવાણા પ્રાથમિક શાળાના શિક્ષક ચંદનભાઈ રાઠોડની આઈસીટીનો શિક્ષણમાં ઉપયોગ પ્રથમ નંબરે પસંદ થયેલ છે. બીજા નંબરે સલાયા વાઘેરવાસ તાલુકા શાળાના શિક્ષક નિકુંજભાઈ સવાણીની કૃતિ સામાજિક અને શૈક્ષણિક પ્રશ્નોનો ઉકેલ 'ટેકનોલોજી' અને ત્રીજા નંબર પર કલ્યાણપુરના શિક્ષક ચેતરીયા મેરગભાઈની કૃતિ પસંદ થઈ છે. ત્રણેય કૃતિઓ આગામી સમયમાં પોરબંદરમાં યોજાનાર રાજ્ય કક્ષાના ફેરમાં દ્વારકા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00