૫ાકિસ્તાની હેકર હસને બીજેપીની સાઈટ હેક કરી કહ્યું અમે ઈન્ડિયન સાઈટ હેક કરી તેમના પર કરી રહ્યા છીએ વળતો હુમલો / બેંગ્લુરૃમાં એરો ઈન્ડિયા શોના પાર્કિંગમાં ભીષણ આગઃ ૧૦૦ જેટલી કારો બળીને ખાખ / અડાલજમાં કરાઈ રાહુલ-પ્રિયંકા ગાંધીની સભાની તડામાર તૈયારીઓ
જામનગર તા.૧૩ ઃ જામનગરના અન્ય કેટલાક વ્યક્તિઓને પણ બોગસ અધિકારી તરીકેની ઓળખ આપી છેતરી તેઓના ખાતામાંથી રૃા.સાડા ત્રણ લાખ ઉપરાંતની ઉઠાંતરી કરી લેવા અંગે એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે જેમાં છ મોબાઈલ નંબર આપવામાં આવ્યા છે.
જામનગરના લાલવાડી વિસ્તાર પાસે જૂના આવાસ નજીકની હરિ મંડપ સોસાયટીમાં રહેતા નિકીતાબેન ભરતભાઈ સોલંકી નામના દરજી યુવતીને ગયા ફેબ્રુઆરી મહિનાની સોળ તારીખના દિવસે ૭૭૫૯૦ ૪૩૯૧૭ તથા ૯૭૮૯૩ ૯૫૬૩૨ નંબરના મોબાઈલ પરથી કોલ આવ્યો હતો.
આ કોલમાં સામા છેડે રહેલા શખ્સે બેંક અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી નિકીતાબેનને એટીએમ કાર્ડના નંબર આપવા માટે ભરમાવ્યા હતા તે શખ્સની વાતોમાં આવી ગયેલા આ યુવતીએ નંબર આપ્યા પણ હતા ત્યાર પછી તેઓના ખાતામાંથી રકમ ઉપાડી લેવાઈ હતી.
આવી જ રીતે અન્ય કેટલાક વ્યક્તિઓને પણ બેંકમાંથી બોલું છું, તમારું એટીએમ કાર્ડ બ્લોક થશે તેમ કહી કાર્ડ નંબર અને ફોનમાં આવતા ઓ.ટી.પી.ના માધ્યમથી રૃા.૩,૬૩,૭૩૮ ની રકમ ઉપાડી લેવાઈ હતી જેની નિકીતાબેને ગઈકાલે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઉપરોક્ત બે નંબર સહિતના છ મોબાઈલ નંબરના ધારકો સામે આઈપીસી ૪૦૬, ૪૧૯, આઈટી એક્ટની કલમ ૬૬ (ડી) હેઠળ ગુન્હો નોંધ્યો છે.